ચંદ્રયાન 3 ની સફળતા પર શાહરૂખ ખાનની શાનદાર પ્રતિક્રિયા, જાણો સની દેઓલ અને અક્ષય કુમારે શું કહ્યું?

|

Aug 24, 2023 | 9:29 AM

હાલમાં ભારતમાં દરેક વ્યક્તિ ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરતાની સાથે જ બોલિવૂડ સ્ટાર્સ પણ ઉત્સાહિત થઈ ગયા હતા. શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.

ચંદ્રયાન 3 ની સફળતા પર શાહરૂખ ખાનની શાનદાર પ્રતિક્રિયા, જાણો સની દેઓલ અને અક્ષય કુમારે શું કહ્યું?
Bollywood celebs wishing ISRO

Follow us on

ચંદ્ર પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આખું ભારત જે ક્ષણની રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણની આખરે દરેક વ્યક્તિ ઉજવણી કરી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ સેલિબ્રેશનમાં ખુશ જોવા મળે છે. સની દેઓલ હોય અજય દેવગન હોય કે અક્ષય કુમાર હોય બધા સોશિયલ મીડિયા દ્વારા લોકોને અલગ-અલગ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો : Bollywood Moon Song : જ્યારે બોલિવૂડે શોધી ચંદ્રની દૂનિયા, એક્ટર અને એક્ટ્રેસ પર છવાઈ ચંદ્રની ચાંદની, એકથી એક સુંદર બન્યા છે ગીતો

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ચંદ્રયાન 3ના લેન્ડિંગ બાદ અક્ષય કુમારે એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, “કરોડો દિલ ISROનો આભાર કહી રહ્યા છે. તમે અમને ગૌરવ અપાવ્યું છે. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર ઉપર છીએ.” અક્ષય કુમાર સિવાય સની દેઓલે ગદર સ્ટાઈલમાં અભિનંદન પાઠવ્યા છે.

તેણે ટ્વીટ કરીને લખ્યું, “આ ગર્વની ક્ષણ છે. હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે. ચંદ્ર પર ચંદ્રયાન 3 ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISRO ને અભિનંદન. અજય દેવગનની પ્રતિક્રિયા પણ આવી. અજયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને કહ્યું કે, આ ક્ષણ જીવવી એ સન્માનની વાત છે. તે ગર્વ અને ઉત્સાહ અનુભવી રહ્યો છે. અંતમાં તેણે લખ્યું, “ભારત માતા કી જય.”

શાહરૂખ ખાને ટ્વિટ કરીને શાનદાર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, “ચાંદ તારે તોડ લઉં… સારી દૂનિયા પર મૈં છાઉ. અમને ગૌરવ અપાવનાર તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.

સલમાન ખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું, “ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ પર ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન. સમગ્ર દેશને ગર્વ છે. ભારત માતા કી જય.”

બિગ બીએ શું કહ્યું?

તિરંગાની તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે, વર્ષો પહેલા જ્યારે ભારતનો ઉલ્લેખ થતો હતો ત્યારે તેને દુનિયાનો ત્રીજો દેશ કહેવામાં આવતો હતો અને મને તે પસંદ નહોતું. પરંતુ આજે મને એ કહેતા ગર્વ થાય છે કે ભારત અનેક રીતે વિશ્વમાં નંબર વન છે. ભારત માતા કી જય.”

આર માધવને વીડિયો શેર કર્યો છે

આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે અને દરેકને શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, માધવને સ્ક્રીન પર ઈસરોના વૈજ્ઞાનિકની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2022માં તેમની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ આવી, જેમાં તેઓ વૈજ્ઞાનિક નામ્બી નારાયણના રોલમાં હતા.

આ સ્ટાર્સે પણ અભિનંદન પાઠવ્યા હતા

સની દેઓલ, અક્ષય કુમાર, અજય દેવગન ઉપરાંત અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, રવિના ટંડન, સ્નેહા ઉલ્લાલ, અર્જુન બિજલાની, અનુપમ ખેર જેવા મોટા સ્ટાર્સ સામેલ છે. આ સ્ટાર્સની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. એટલે કે સમગ્ર દેશમાં અભિનંદનની પ્રક્રિયા ચાલી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article