CCL 2023 : સેલિબ્રિટી ક્રિકેટ લીગનો આજે બીજો દિવસ, જુઓ આજનું શેડ્યુલ

સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023નો પ્રારંભ શરુ થઈ ચૂક્યો છે. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે. આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ (CCL 2023 ) બપોરે 2:30 વાગ્યે કેરળ સ્ટ્રાઈકર્સ વિ ભોજપુરી વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ વોરિયર્સ અને પંજાબ દે શેર વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. જાણો આ ટુર્નામેન્ટની […]

CCL 2023 : સેલિબ્રિટી ક્રિકેટ લીગનો આજે બીજો દિવસ, જુઓ આજનું શેડ્યુલ
સેલિબ્રિટી ક્રિકેટ લીગ લાઇવ સ્ટ્રીમિંગ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:02 PM

સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023નો પ્રારંભ શરુ થઈ ચૂક્યો છે. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે. આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ (CCL 2023 ) બપોરે 2:30 વાગ્યે કેરળ સ્ટ્રાઈકર્સ વિ ભોજપુરી વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ વોરિયર્સ અને પંજાબ દે શેર વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. જાણો આ ટુર્નામેન્ટની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો.

 

લીગમાં 8 ટીમે ભાગ લીધો

આ વર્ષે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભારતના આઠ અલગ-અલગ પ્રદેશોની આઠ ટીમો ભાગ લેશે. આ સીઝનની 19 મેચો દેશના છ મોટા શહેરોમાં જયપુર, હૈદરાબાદ, રાયપુર, જોધપુર, બેંગ્લોર અને તિરુવનંતપુરમમાં યોજાશે. સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023માં આઠ ટીમો હશે – ભોજપુરી દબંગ્સ, બંગાળ ટાઈગર્સ, ચેન્નાઈ રાઈનોઝ, કેરળ સ્ટ્રાઈકર્સ, મુંબઈ હીરોઝ, પંજાબ ડી શેર, તેલુગુ વોરિયર્સ અને કર્ણાટક બુલડોઝર્સ.

 

 

સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરૂઆત વિશે વાત કરીએ તો, તેની શરૂઆત હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરીએ વર્ષ 2010માં કરી હતી અને તેની પ્રથમ સીઝન વર્ષ 2011માં રમાઈ હતી. તેની પ્રથમ સિઝનમાં, ચેન્નાઈ રાઈનોઝ, તેલુગુ વોરિયર્સ, મુંબઈ હીરોઝ અને કર્ણાટક બુલડોઝર્સની ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ સિઝનમાં ચેન્નાઈ રાઈનોસે કર્ણાટક બુલડોઝર્સને માત્ર એક રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023નું આજનું શેડ્યુલ જોઈએ

19મી ફેબ્રુઆરી

મેચ 1: કેરળ સ્ટ્રાઈકર્સ વિ ભોજપુરી દંબગ હેદરાબાદ ખાતે, બપોરે 2:30 વાગ્યે IST

મેચ 2: પંજાબ દે શેર વિ તેલુગુ વોરિયર્સ હૈદરાબાદ ખાતે, IST સાંજે 7 વાગ્યે

સેલિબ્રિટી ક્રિકેટ લીગ લાઇવ સ્ટ્રીમિંગ

સેલિબ્રિટી ક્રિકેટનું ઝી ટીવી નેટવર્ક પર સાત અલગ-અલગ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ઝી અનમોલ સિનેમા, અને પિક્ચર્સ હિન્દી, ઝી સિનેમા તેલુગુ, ઝી થિરાઈ તમિલ, ઝી પિચર કન્નડ, ઝી બાંગ્લા સિનેમા, ઝી બિસ્કોપ.