ફિલ્મ લાઈગર (Liger) થોડા દિવસોમાં થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અમેરિકન પ્રોફેશનલ બોક્સર માઈક ટાયસન (Mike Tyson) પણ જોવા મળશે. જેને લઈને ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરી રહ્યા છે. હાલમાં જ ડાયરેક્ટર પુરી જગન્નાથે ખુલાસો કર્યો કે બોક્સર માઈક ટાયસનને ફિલ્મમાં સામેલ કરવું એટલું સરળ કામ ન હતું.
મીડિયા સાથે વાતચીત કરતા ડાયરેક્ટર પુરી જગન્નાથે જણાવ્યું કે લાઈગરમાં ફાઈટીંગ સીન હોવાને કારણે તે હાઈ બજેટ ફિલ્મ બની. અમારે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટ કરવાનું હતું. અમને ઘણા વિદેશી ફાઈટરોની પણ જરૂર હતી. અમે આટલો ખર્ચ કરતા હોવાથી અમે ગ્લોબલી આ ફિલ્મનું શૂટિંગ કરવાનું વિચાર્યું. ત્યારબાદ અમે સહયોગ માટે કરણ જોહરનો પણ સંપર્ક કર્યો. આ પછી તેને ફિલ્મમાં અનન્યાને ફિલ્મમાં કાસ્ટ કરવાનું સુચન કર્યું.
માઈક ટાયસન વિશે વાત કરતા તેને કહ્યું કે તેના જેવા વ્યક્તિની ભૂમિકા પહેલાથી જ સ્ક્રિપ્ટમાં લખેલી છે. ટેબલ રીડ સેશન દરમિયાન અમને બધાને માઈક જેવા કોઈ વ્યક્તિની જરૂર હતી. પછી અમે વિચાર્યું કે શા માટે માત્ર માઈક ટાયસનને જ કાસ્ટ ન કરીએ? તે સમગ્ર લાઈગર ટીમનો સંયુક્ત નિર્ણય હતો. તેને ફિલ્મનો ભાગ બનાવવો સરળ ન હતો. તેમને સાઇન કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.
ડાયરેક્ટર પુરી જગન્નાથે કહ્યું કે અમને આશા છે કે ફિલ્મને દર્શકોનો પ્રેમ મળશે અને તે હિટ સાબિત થશે. ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. વિજય દેવરકોંડા આખી લાઈગર ટીમ સાથે જોરદાર રીતે પ્રમોશન કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. હાલમાં જ લાઈગરની ટીમે બિહાર અને ચંદીગઢની મુલાકાત લીધી હતી. ચંદીગઢમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેએ પણ ટ્રેક્ટર ચલાવ્યું હતું.
આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. વિજય દેવરકોંડા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે અને અલગ-અલગ શહેરોમાં ફિલ્મના પ્રમોશન માટે જાય છે. આ દરમિયાન જ્યારે એક્ટર લાઈગરની આખી ટીમ સાથે તેના ઘરે પહોંચ્યો, જ્યાં તેમને તેમની માતાના આશીર્વાદ લીધા હતા. જેની તસવીરો એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી છે.