Ponniyin Selvan સામે કેનેડામાં ઉઠ્યો અવાજ, થિયેટર માલિકોને મળી ધમકી

દિગ્દર્શક મણિરત્નમની આગામી ફિલ્મ Ponniyin Selvan તેની રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને લઈને કેનેડામાં વિરોધ જોવા મળી રહ્યો છે. કેનેડિયન સિનેમાઘરોના માલિકોને ધમકીઓ આપવામાં આવી રહી છે.

Ponniyin Selvan સામે કેનેડામાં ઉઠ્યો અવાજ, થિયેટર માલિકોને મળી ધમકી
Ponniyin Selvan
| Edited By: | Updated on: Sep 29, 2022 | 10:46 AM

ફિલ્મ Ponniyin Selvan રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં છે. ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ મણિરત્નમની પીરિયડ એક્શન ફિલ્મ (Action movie) છે. પોનીયિન સેલ્વાન 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ આને લઈને એક નવો મામલો સામે આવ્યો છે. જેને સાંભળીને મેકર્સની ઊંઘ ઉડી જાય. કેનેડામાં (Canada) મણિરત્નમની પોનીયિન સેલ્વાનનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ કરનારા થિયેટર માલિકોને ધમકીઓ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડામાં જે પણ થિયેટર માલિક પોનીયિન સેલ્વાન બતાવશે તેની સ્ક્રીનને નુકશાન કરવામાં આવશે. એટલું જ નહીં, ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ત્યાં કામ કરતાં લોકોને પણ નુકસાન થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, કેનેડામાં રહેતા ઘણા લોકો લાંબા સમયથી સાઉથની ફિલ્મોને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરીને તેમની ફિલ્મોને ધમકી આપી રહ્યા છે. મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વનાની રિલીઝ માટે કેનેડાના ઘણાં શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ રિલીઝ પહેલા જ થિયેટરોના માલિકો સુધી ઈમેલ પહોંચી ગયો છે. જેમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.

Ponniyin Selvan 1 ફિલ્મના વિદેશી વિતરક KW Talkies એ ટ્વિટ કર્યું છે. જેમાં તેણે ધમકીઓ મળવાની વાત કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે, હેમિલ્ટન, કિચનર અને લંડન દરેક જગ્યાએથી અપડેટ્સ પ્રાપ્ત થયા છે. તમામ થિયેટર માલિકોને ધમકીઓ મળી છે કે, જો PS1 તમિલ અથવા KW Talkiesની અન્ય કોઈ ફિલ્મ રિલીઝ થશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. આ ટ્વીટ સાથે ઈમેલનો ફોટો પણ જોડવામાં આવ્યો છે.