
સિનેમાના ઈતિહાસમાં ક્યારેક ક્યારેક એવો ચમત્કાર થાય છે. જે આખી ઈન્ડસ્ટ્રીનું સમીકરણ હલાવી નાંખે છે. 1975માં જે કામ જય સંતોષી માએ કર્યું, ઠીક 50 વર્ષ પછી 2026માં સંત નીમ કરોલી બાબાના જીવ પર બનેલી ફિલ્મ હનુમાન અંશે કર્યું છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં માત્ર 90 લાખનો બિઝનેસ કર્યો હતો. બીજા અઠવાડિયે શો ઓછા થયા હતા. પરંતુ ત્યારબાદ જે ચાહકોનો પ્રેમ મળ્યો છે. તે અદ્દભૂત જોવા મળ્યો છે. હવે ફિલ્મે ભારતમાં 152 કરોડ રુપિયાથી વધારેનું નેટ કલેક્શન કરી ઈતિહાસ રચ્યો છે.
પરંતુ આ ઐતિહાસિક સફળતા પછી ચાહકોના મનમાં એક મોટો સવાલ થઈ રહ્યો છે કે, 150 કરોડ રુપિયામાં કોને કેટલા પૈસા મળશે. સૌથી વધારે કમાણી કોણ કરશે. ફિલ્મનો હિરો, ડાયરેકટર, પ્રોડ્યુસર કે પછી થિયેટરને. ચાલો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ અને સીનિયર જર્નાલિસ્ટ લિપિકા વર્મા દ્વારા સમજીએ કે, આ 150 કરોડ રુપિયાની કમાણીનો એક એક રુપિયો કેવી રીતે કોને આપવામાં આવશે.
ચાહકોએ થિયેટરમાં જે કુલ ટિકિટ ખરીદે તેનું ગ્રોસ કલેક્શન કહેવામાં આવે છે. જે અંદાજે 180 કરોડ રુપિયા છે. ટિકિટ પહેલા સરકાર પોતાનો ટેક્સ કાપે છે. ટેક્સ કાપ્યા પછી જે પૈસા વધે છે. જે ટ્રેડની ભાષામાં નેટ કલેક્શન કહેવામાં આવે છે. જે હનુમાન અંશે 152 કરોડ રુપિયાનો આંકડો પાર કર્યો છે.
હવે સૌથી મોટો પાર્ટ આવે છે, જે થિયેટર અને નિર્માતાઓ વચ્ચે થાય છે. પીવીઆર, આઇનોક્સ, સિનેપોલિસ અને સિંગલ-સ્ક્રીન ઓપરેટરો મફતમાં ફિલ્મો ચલાવતા નથી. તેઓ ટિકિટ વેચાણમાંથી તેમનું સાપ્તાહિક કમિશન લે છે.
પહેલા અઠવાડિયામાં કુલ નેટ કમાણીનો અંદાજે 50 ટકા ભાગ થિયેટરમાં રાખે છે.
બીજા અઠવાડિયામાં અંદાજે 57.5 ટકા ભાગ મેકર્સને મળે છે. બાકીનો થિયેટરને
ત્રીજા અને ચોથા અઠવાડિયામાં 60 ટકાથી 70 ટકા ભાગ મેકર્સના ખાતામાં જાય છે.
હનુમાન અંશની 80 ટકાથી વધારેની કમાણી ત્રીજા,ચોથા અને પાંચમાં અઠવાડિયામાં થઈ છે. એક્સપર્ટ મુજબ 150 કરોડનું નેટ કલેક્શનમાંથી અંદાજે 65 થી 70 કરોડ રુપિયા સીધા સિનેમાઘરો માલિકોના ખીસ્સામાં જાય છે. જેનાથી ખાલી પડેલા થિયેટરને નવી જિંદગી મળી છે.
થિયેટરમાંથી આવક લીધા પછી જે પૈસા બચે છે તેને “ડિસ્ટ્રીબ્યુટર શેર” કહેવામાં આવે છે. “હનુમાન અંશ” ના કિસ્સામાં, આ રકમ આશરે 75 થી 80 કરોડ જેટલી થાય છે. ભારતમાં ફિલ્મનું વિતરણ સિનેપોલિસ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે,
આ 150 કરોડના ખેલનો અસલી માલિક અને કાનુની માલિક માત્ર ફિલ્મ પ્રોડ્યુસર હોય છે. હનુમાન અંશને રાગિની એસ,નમ્રતા જી સિંહ,અનુપ્રિયા એનાગર અને નિર્દેશક-લેખક વિશાલ ચતુર્વેદીએ મળી પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન કોસ્ટ અંદાજે 2 કરોડ રુપિયાની આસપાસ છે.ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટર આવક બાદ કર્યા પછી, નિર્માતાઓને ફક્ત થિયેટર રિલીઝમાંથી આશરે 65-70 કરોડનો નફો થશે. વધુમાં, OTT અધિકારો, સેટેલાઇટ ટીવી અધિકારો અને મ્યુઝિક રાઈટસમાંથી 100% આવક નિર્માતાઓને જશે.
કેટલાક લોકોને લાગે છે કે, 150 કરોડમાંથી લીડ રોલ નિભાવનાર શોભિનવ સત્યા, વિહાન શેડગે, ચંદનના આનંદ અથવા અનિલ રસ્તોગી જેવા કલાકારોને કરોડો રુપિયા મળશે. પરંતુ આ સત્ય નથી.
સરળ શબ્દોમાં કહીએ તો લોકોના ખીસ્સામાંથી નીકળેલા 150 કરોડ રુપિયામાંથી 70 કરોડ થિયેટર્સને , 8-10 કરોડ ડિસ્ટ્રીબ્યુટર્સના ખાતામાં અને બાકી રહેલા 65 થી 70 કરોડ રુપિયાનો ચોખ્ખો નફાના માલિક ફિલ્મના નિર્માતા બને છે.