અભિનેતાએ 15 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી આંખ પટપટાવી નહી, જુઓ વીડિયો

વિદ્યુત જામવાલે (Vidyut Jammwal )મુંબઈમાં "સ્ટ્રીટ ફાઇટર" કાર્યક્રમમાં 15 મિનિટના શ્વાસ રોકી રાખવાના યોગ સાધનાનું પ્રદર્શન કર્યું. તેમણે યુવાનોને ધીરજ રાખવાની સલાહ આપી છે.

અભિનેતાએ 15 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી આંખ પટપટાવી નહી, જુઓ વીડિયો
| Updated on: Oct 06, 2026 | 11:34 AM

વિદ્યુત જામવાલ પોતાની શાનદાર ફિટનેસ અને માર્શલ આર્ટસ ની સાથે સાથે અનોખા યોગ પ્રેક્ટિસ માટે પણ જાણીતો છે. અભિનેતા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલ કસરત અને યોગની સાથે એવા વીડિયો શેર કરતો રહે છે. જેને જોઈ ચાહકો પણ હેરાન રહી જાય છે. હવે મુંબઈમાં આયોજિત સ્ટ્રીટ ફાઈટરની સ્પેશિયલ ઈવેન્ટમાં વિદ્યુત જામવાલે એવું કાંઈ કર્યું. જેને જોઈ ત્યાં રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. આ સાથે કેટલાક લોકો પરેશાન થઈ ગયા હતા.

સ્ટેજ પર 15 મિનિટ શ્વાસ રોકી રાખ્યો

ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે અંદાજે 15 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તે સ્થિર જોવામળી રહ્યો હતો. તે યોગ સાધનાનું પ્રદર્શન કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતુ. તેમજ આંખમાંથી પાણી નીકળવા લાગ્યું હતુ. આ જોઈ ત્યાં રહેલા લોકો પણ ચિંતા કરવા લાગ્યા હતા. વિદ્યુત જામવાલે પ્રેક્ટિસ પુરી કરી હતી. સ્ટ્રીટ ફાઈટરમાં વિદ્યુત જામવાલ એક ગેમિંગ કેરેટર ધલસિમનું પાત્ર નિભાવી રહ્યો છે. જેને યોગ અને આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં આવ્યો છે. અભિનેતાએ પોતાના પાત્રની ખુબીઓ તેમજ પોતાની વાસ્તવિક યોગ પ્રેક્ટિસ વચ્ચે એક કનેક્શન જોવા માટે આ પ્રદર્શન કર્યું હતુ.

 

 

આ દરમિયાન વિદ્યુતે યુવાનો માટે એક ખાસ સંદેશ પણ આપ્યો. તેમણે કહ્યું કે, આજના જીવનમાં, લોકો સતત કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની દોડમાં હોય છે. દરેક વ્યક્તિ પરિણામોનો પીછો કરે છે, પરંતુ ક્યારેક થોભવું અને શાંત રહેવું મહત્વપૂર્ણ છે. અભિનેતાએ યુવાનોને કહ્યું કે તેમણે થોડા સમય માટે થોભવાનું અને સ્થિર રહેવાનું શીખવું જોઈએ.

“સ્ટ્રીટ ફાઇટર” ફિલ્મ દ્વારા તેમનું હોલીવુડ ડેબ્યૂ

“સ્ટ્રીટ ફાઇટર” ફિલ્મ દ્વારા તેમનું હોલીવુડ ડેબ્યૂ. તેઓ લોકપ્રિય ગેમિંગ પાત્ર ધલસિમનું પાત્ર ભજવે છે. યોગ, માર્શલ આર્ટ્સ અને ફિઝિકલ ટ્રેનિંગનો તેમનો વ્યાપક અનુભવ આ ભૂમિકા માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે. “સ્ટ્રીટ ફાઇટર” ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. વિદ્યુતના ચાહકો તેમના ફિટનેસ અને એક્શનથી ભરપૂર હોલીવુડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

એક વખત તૂટી ચૂકી છે સગાઈ, રાજપૂત પરિવારમાં જન્મેલા વિદ્યુત જામવાલની એક્ટર બનવાની સફર આવી રહી અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.