Breaking News : LockUppમાં હિબકે ચઢી સુનિતા આહુજા, કહ્યું ગોવિંદાએ ના પાડી દીધી હતી, જુઓ Video

LockUpp 2 : લોકઅપ 2ના લેટેસ્ટ એપિસોડમાં ખુબ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન સુનિતા આહુજા હિબકી ચઢી હતી. સુનિતાએ જમવાની પણ ના પાડી હતી. રડતા રડતાં શો છોડવાની વાત કહી હતી.

Breaking News : LockUppમાં હિબકે ચઢી સુનિતા આહુજા, કહ્યું ગોવિંદાએ ના પાડી દીધી હતી, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jul 06, 2026 | 11:33 AM

Sunita Ahuja in Lockupp 2 : રિતેશ દેશમુખ અને ફરાહ ખાનના રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં ડ્રામા અને ઈમોશન સતત જોવા મળી રહ્યા છે આ શોમાં આકાંક્ષા ચમોલા અને શઅરેયા કાલરા વચ્ચે ખુબ ઝગડો જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે શોમાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજા ઈમોશનલ જોવા મળી હતી. લોકઅપ 2ના લેટેસ્ટ એપિસોડમાં સુનિતા રડતી જોવા મળી હતી. આટલું જ નહી તેમણે જમવાનું પણ છોડ્યું હતુ અને માત્ર ઘરે જવાની વાત કરી રહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગોવિંદાએ તેને પહેલા જ આ શોમાં આવવાની ના પાડી હતી.

લોકઅપ 2ના એક એપિસોડમાં સુનિતા ખુબ પરેશાન જોવા મળી રહી છે. શોમાં તે રિતેશ દેશમુખને કહે છે કે, હવે તે અહી રહી શકશે નહી. તે પોતાના ઘરે જવા માંગે છે. તેમણે ઘરનું ખાવાનું પણ છોડ્યું હતુ. ત્યારબાદ અન્ય સ્પર્ધકોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સતત રડી રહી હતી. ત્યારબાદ રિતેશ દેશમુખે તેને શાંત કરી હતી.

 

 

 

લોકઅપ 2માં કેમ રડી સુનિતા?

શોના સાતમાં દિવસે સુનિતા આહુજા જમવાની ક્વોલિટી પર ગુસ્સો દેખાડ્યો હતો. તેમણે કહ્યું સ્પર્ધકોને નોર્મલ લેવામાં આવી રહ્યા છે. કારણ કે, તેઓ વિરોધ કરી રહ્યા નથી. જમવાની ના પાડતા તેમણે અન્ય સ્પર્ધકોને પોતાના હાથે જમાડવાનો પ્રયત્ન કર્યો હતો. અપીલ કરી કે, તે જેલની અંદર તેના બાળકો સહિત તમામ ભુખ્યા છે. સુનિતા લોકઅપમાં અપશબ્દો પણ બોલી રહી છે.

મને ગોવિંદાએ ના પાડી હતી

સુનિતાએ અપશબ્દો બોલતા કહ્યું કે, હવે અમારે જમવા માટે ભીખ માંગવી પડશે? તમે બધા મારી સાથે ઉભા રહો. મારા બાળકો પણ ભૂખ્યા છે. સૂપનો ટેસ્ટ ખુબ ખરાબ છે.આનો મતલબ એ નથી કે ફુટેજ માટે આવું કરો. હું જવા માંગુ છુ. મને ચીચી (ગોવિંદા)એ ના પાડી હતી. તું ના જો લોકઅપમાં. મે તેની વાત માની નહી. મને પરેશાની થઈ રહી છે.હું અહી રહેવા માંગતી નથી.

સુનિતા રડી પડી, “શું તેઓ અમને કચરો માને છે?” પાછળથી, તેણીએ રિતેશ સાથે પોતાની સમસ્યાઓ શેર કરી, આંસુઓ સાથે કહ્યું કે તે શો છોડીને તેના બાળકો સાથે રહેવા માંગે છે. રિતેશ તેને ગળે લગાવી અને સાંત્વના આપી, કહ્યું કે તે પછીથી તેની સાથે આ વિશે વાત કરશે. કાર્ય પૂર્ણ થયા પછી, તેઓ જેલમાં પાછા ફરતા જોવા મળ્યા.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us