
સલમાન ખાનનો લુક જોઈ ચાહકોથી લઈ બોલિવુડ સ્ટાર દંગ રહી ગયા છે.જ્યારે સલમાન ખાને આમિર ખાનની ઈવેન્ટમાં એન્ટ્રી મારી લોકો જોતા રહી ગયા. આમિર ખાનની પ્રોડક્શનની ફિલ્મ લગાનના 12 જૂન 25 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ તકે આમિર ખાને એક શાનદાર ઈવેન્ટ રાખી હતી. જેમાં સલમાન ખાન સિવાય કરીના કપૂર અને અનેક સ્ટાર પહોંચ્યા હતા. તમામની નજર 60 વર્ષના સલમાન ખાન પર હતી. તેનો નવો લુક જોઈ દંગ રહ્યા હતા. સલમાન ખાનનો આ લુક જોઈ ચાહકોને તેને તેરે નામનો રાધેવાળો લુક યાદ આવ્યો હતો.
સલમાન ખાને ખુબ ટુંકા વાળ કર્યા છે. હવે તેનો આ લુક ચર્ચાનો વિષય બન્યો છે. હવે ચર્ચા એ પણ થઈ રહી છે કે, સલમાન ખાનનો આ લુક કઈ ફિલ્મ માટે છે. કેટલાક લોકોએ તો અંદાજો પણ લગાવી લીધો કે, આ લુક તેરે નામ 2 માટે છે. તો કેટલાક લોકોને સલમાન ખાનનો આ લુક જોઈ તેરે નામના રાધેની યાદ આવી હતી. કેટલાક લોકો કહી રહ્યા છે કે, કાંઈ નવું આવી રહ્યું છે. કેટલાક લોકો સલમાન ખાનની ફિટનેસ પર પણ વાતો કરી રહ્યા છે.
SVC63માં સલમાન ખાન જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ વિજેતા વામશી પેડિપલ્લી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પહેલી વખત સાઉથી ફેમસ અભિનેત્રી નયનતારા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ફેમસ પ્રોડ્યુસર હાઉસ શઅરી વેંકટેશ્વર ક્રિએશન્સની 63મી ફિલ્મ છે. આ માટે હજુ SVC63 નામ આપવામાં આવ્યું છે. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ માતૃભુમિમાં પણ જોવા મળશે. જેની રિલીઝ તારીખ જલ્દી સામે આવી શકે છે.સલમાન ખાનનો આ લુક જોઈ આમિર ખાન અને કરિના કપુર બંન્ને દંગ રહ્યા હતા.
ફિલ્મ 2001માં રિલીઝ થયેલી લગાન ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. તેને ઓસ્કાર નોમિનેશન પણ મળ્યું હતું. 49મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં, લગાને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ સહિત આઠ પુરસ્કારો જીત્યા હતા.