સલમાન ખાને હેલ્થને લઈ આપ્યું અપડેટ, કહ્યું 16 કિલો વજન ઘટાડ્યું

સલમાન ખાન પોતાના હેલ્થને લઈ ખુબ જ ચર્ચામાં રહે છે. તેનું દુબળાપણું ચાહકોની ચિંતામાં વધારો કરી રહ્યું છે. પરંતુ હવે અભિનેતાએ ખુદે આ વાત શેર કરી કે, આખરે આવું કેમ થયું. સલમાન ખાને 16 કિલો વજન ઘટાડ્યું છે.

સલમાન ખાને હેલ્થને લઈ આપ્યું અપડેટ, કહ્યું 16 કિલો વજન ઘટાડ્યું
Image Credit source: AI
| Updated on: Aug 04, 2026 | 12:39 PM

બોલિવુડ દબંગ ખાન સલમાન ખાનની ફિટનેસ અને બદલતો લુક છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતો. કેટલાક લોકોને લાગ્યું કે, અભિનેતાની અચાનક બોડી ઓછી કેમ થઈ ગઈ. કોઈને લાગ્યું કે, દબંગ ખાન બિમાર હશે. તેના ફોટો અને વીડિયો વાયરલ થતા ચાહકો પણ તેના હેલ્થને લઈ ચિંતિત હતા. હવે સલમાન ખાન ખુદે આ તમામ અફવાઓ પર બ્રેક લગાવી છે.

પ્રાઈમ વીડિયોના રિયાલિટી શો અલાયન્સમાં ભાઈ સોહેલ ખાન સાથે વાતચીત દરમિયાન સલમાન ખાને ખુલાસો કર્યો કે, તેમણે 16 કિલો વજન ઓછું કર્યું છે. તેમણે કહ્યું કે, આ બદલાવ કોઈ બીમારી નહી પરંતુ ફિટનેસ પર કરેલી મહેનતનું પરિણામ છે. તો ચાલો જાણીએ આખરે સલમાન ખાને આટલું વજન ઓછું કેમ કર્યું છે.

સલમાન ખાને આપ્યું હેલ્થ અપડેટ

સલમાન ખાને હાલમાં રિયાલિટી શો અલાયન્સમાં પોતાના નાના ભાઈ સોહેલ ખાનનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ભાઈ ફિટનેસને લઈ વાતચીત કરતા જોવા મળ્યા હતા. સલમાન ખાને સૌથી પહેલા સોહેલ ખાનને કહ્યું વજન ખુબ ઓછો થઈ ગયો છે. આના પર સોહેલે પોતાના સિક્સ પેક એબ્સ દેખાતા કહ્યું તેમણે 12 કિલો વજન ઓછું કર્યું છે.

રિયાલિટીશોમાં જેલનો અનુભવ શેર કર્યો

સલમાને કહ્યું, ઘણા વર્ષો પહેલા, જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે અમારી સામે લોખંડના સળિયા હતા. ખૂબ જ નાનો વિસ્તાર હતો, અને તે નાની જગ્યામાં 50, 60, કે 70 લોકો સાથે રહેતા હતા.ત્યાં એક જૂનું ભારતીય ટોઈલેટ હતું. ક્યારેક તેમાં ગરોળીઓ આવતી હતી, તો ક્યારેક તે સંપૂર્ણપણે ગંદા પાણી અને ગંદકીથી ભરાઈ જતું.

સોહેલ ખાનની આ વાત સાંભળી સલમાન ખાને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમણે 16 કિલો વજન ઓછું કર્યું છે. સલમાન ખાનના આ નિવેદન પછી સ્પષ્ટ થયું કે, તેનો લુક પાતળો થવાથી કોઈ હેલ્થ સમસ્યા નથી. પરંતુ તેના ફિટનેસની એક જર્ની છે.

શું નવી ફિલ્મની તૈયારી છે?

સલમાન ખાને એ ન કહ્યું કે, તેમણે 16 કિલો વજન ક્યા કારણોસર ઓછું કર્યું છે. પરંતુ પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ SVC63 ની તૈયારીમાં છે. આ ફિલ્મમાં પહેલી વખત તેની જોડી સાઉથની ફેમસ અભિનેત્રી નયનતારા સાથે જોવા મળશે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં અનેક શાનદાર સીક્વન્સ હશે. જેના માટે સલમાન ખાને પોતાની ફિટનેસ પર ખાસ મહેનત કરી છે.

 

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.