Ramayana Ravan Look : 7 કિલોના ઘરેણાં, 1.8 કિલોનો મુગટ કોસ્ચ્યુમ ડિઝાઇનરે યશના રાવણ લુક વિશે શું કહ્યું?

Ramayana Ravan Look : "રામાયણ: ભાગ 1" રિલીઝ થયા પછી યશ ચર્ચામાં છે. ફિલ્મમાં રાવણનું તેમનું પાત્ર શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે. હવે, તેમના કોસ્ચ્યુમ ડિઝાઇનરે તેમના લુક વિશે વાત કરી છે.

Ramayana Ravan Look : 7 કિલોના ઘરેણાં, 1.8 કિલોનો મુગટ કોસ્ચ્યુમ ડિઝાઇનરે યશના રાવણ લુક વિશે શું કહ્યું?
| Updated on: Nov 09, 2026 | 9:42 AM

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ પાર્ટ1માં યશે રાવણનો રોલ નિભાવ્યો છે. તેમણે પોતાના કામથી ચાહકોના દિલ જીતી લીધા છે. રામાયણમાં રણબીર કપૂરે ભગવાન રામનું પાત્ર નિભાવ્યું છે. પરંતુ પહેલા પાર્ટમાં યશની ચર્ચા થઈ રહી છે. રાવણનો લુક શાનદાર લાગી રહ્યો છે. રાવણના આ લુક પાછળ કોસ્ચ્યુમ ડિઝાઈનર સાનિયા સધારિયાની મહેનત છુપાયેલી છે. કેજીએફના બંને પાર્ટમાં પણ યશનો લુક સાનિયાએ તૈયાર કર્યો હતો. આ વખતે પણ રામાયણમાં યશના રાવણના લુકને તેમણે તૈયાર કર્યો છે.

સાનિયાએ વૈરાયટી ઈન્ડિયા સાથે વાતચીતમાં યશના રાવણના લુકને લઈ વાત કરી હતી. તેમણે આ દરમિયાન રાવણે જે જ્વેલરી પહેરી હતી. તેના વજન વિશે વાત કરી હતી. આ સાથે એ પણ કહ્યું કે, રાવણે જે ફિલ્મમાં મુકુટ પહેર્યું છે. તેનું વજન કેટલું છે.

 

 

 

યશે ભારે ભરખમ કોસ્ચ્યુમ પહેર્યું

રામાયણમાં રાવણના કોસ્ચ્યુમ અને જ્વેલરીના વજન વિશે પુછવા પર સાનિયાએ કહ્યું જ્વેલરીનું વજન 6-7 કિલો છે. જ્યારે મુકુટ અંદાજે 1.8 કિલોગ્રામનું છે. જ્યારે તમે આમાં કવચ અને કોસ્ચ્યુમ સામેલ કરો છો. તો તેનું વજન વધી જાય છે. સાથે એમ્બ્રોડરીનું કામ બધાનું કુલ વજન વધી જાય છે.

સાનિયા સર્ધારિયાએ જ કેજીએફ 2માં યશના રોકીભાઈના પાત્રનો લુક તૈયાર કર્યો છે. ત્યારબાદ તેમણે હવે યશના રાવણના લુક પર કામ કર્યું છે.યશને લઈ તેમણે કહ્યું કે, હું કહીશ કે, તે મને ક્રિએટીવની આઝાદી આપે છે. સાથે તે આખી પ્રોસેસમાં પણ સામેલ રહે છે.

ચાહકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી

રણબીર કપૂરની રામાયણે માત્ર ચાર દિવસમાં જબરદસ્ત કમાણી કરી છે. દિવાળીની વ્યસ્ત સીઝન વચ્ચે પણ ચાહકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી છે, અને વિદેશમાં પણ તેની કમાણીમાં વધારો થયો છે. ફિલ્મના પહેલા ભાગનું બજેટ 2,000 કરોડ હોવાનો અંદાજ છે. રામાયણે માત્ર ચાર દિવસમાં 500 કરોડની કમાણી કરીને નોંધપાત્ર કમાણી કરી છે, જે દેશની અન્ય 15 સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોને પાછળ છોડી દે છે.

જોડિયા બાળકોના પિતા, રામાયણના દિગ્દર્શક નિતેશ તિવારીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.