
સંગીતકાર પલાશ મુછલ લગ્ન તુટ્યા બાદથી ચર્ચામાં છે. હાલમાં અભિનેતા-પ્રોડ્યુસરે તેના પર 30 લાખ રુપિયાની છેતરપીંડિનો આરોપ લગાવ્યો હતો. સાથે તેના પરિવારને પણ આ મામલે વચ્ચે લીધા હતા. હવે સિંગરે તેના આ કથિત દાવાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમજ 10 કરોડ રુપિયાની લીગલ નોટિસ પણ મોકલી છે. કારણ કે, તે આરોપ જાણી જોઈને મારી પ્રતિષ્ઠા તેમજ કેરેક્ટરને બદનામ કરવા માટે લગાવ્યા છે.
આ પહેલા પલાશે વિધાનને કાનૂની કાર્યવાહી અંગે ચેતવણી આપી હતી. તેમણે એક પોસ્ટ કરી હતી. થેમજ તેના આરોપને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તે હકીકતમાં ખોટા છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. આ સાથે કહ્યું હતુ કે, તેના વકીલ આના પર કાનુની કાર્યવાહી કરવાની પ્રકિયા પર કામ કરી રહ્યું છે.
એક રિપોર્ટ મુજબ એક મીડિયા સાથેની વાતચીતમાં પ્રોડ્યુસરે આરોપ લગાવ્યો હતો કે,લગ્નના એક દિવસ પહેલા સિંગરે બીજી મહિલાની સાથે રંગે હાથે પકડાયો હતો તેમજ ભારતીય મહિલા ક્રિકેટર્સે સાથે ખોટું કર્યું છે. આ સાથે કહ્યું કે, ફિલ્મ બનાવવાના નામ પર તેની પાસેથી 40 લાખ રુપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈન્વેસ્ટ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતુ.
વિધાનમાન એક અભિનેતા અને પ્રોડ્યુસર છે. તે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. આ સિવાય તે એક પોલિટિશિયન પણ છે. તેમજજ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વીબીએ પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યો છે. ઈન્સ્ટાગ્રામના બાયોમાં પોતાને સ્પોર્ટ્સ અને ફિલ્મ ટ્રાવેલનો શૌખીન દેખાડ્યો છે.પલાશ મુછલની કુલ સંપત્તિ આશરે 20-41 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં ફિલ્મો, કોન્સર્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી તેમની કમાણીનો સમાવેશ થાય છે. તેમની પર્સનલ લાઈફ હાલ ખુબ ચર્ચામાં છે.પલાશની બહેન પલક મુચ્છલ, પણ એક જાણીતી સિંગર છે.
પલાશ મુછલ સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટ્યા બાદ ચર્ચામાં આવ્યો છે.ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન 23 નવેમ્બર, 2025 ના રોજ યોજાવાના હતા. જોકે આલગ્ન અંગત કારણોસર તુટ્યા હતા.