
સાઉથ સિનેમાના મેગાસ્ટાર રજનીકાંતની મચ અવેટેડ ફિલ્મ જેલર 2 રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ આવવાને હવે માત્ર 2 દિવસનો સમય બાકી છે. જેલર 2 15 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થશે. આ વખતે પણ રજનીકાંત પોતાના શાનદાર અને સ્ટાઈલિશ ટાઈગર મુથુવેલ પાંડિયનના અવતારમાં જોવા મળશે. પહેલા પાર્ટની શાનદાર સફળતા પછી જેલર 2 ચાહકોને અનેક સ્ટાર જોવા મળશે. ફિલ્મમાં રજનીકાંતની સાથે સાથે આ વખતે બોલિવુડના દિગ્ગજ અભિનેતા પણ સામેલ છે. જેમાં મિથુન ચક્રવર્તીનું નામ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મમાં કામ કરતા પહેલા તેમણે એક શરત રાખી હતી.
હાલમાં રજનીકાંતે જણાવ્યું કે, મિથુને જેલર 2માં સામેલ થવા માટે એક શરત રાખી હતી. મિથુન ચક્રવર્તીની શરત એ હતી કે, રજનીકાંતનું પાત્ર ન તો તેને મારે અને ન તો તેને કોઈ અપશબ્દો કહે.
મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે મિથુન ચક્રવર્તીને આ ફિલ્મની ઓકર મળી તો. તેમણે ડાયરેક્ટર અને મેકર્સની સામે એક રસપ્રદ શરત રાખી હતી. મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં તેનો જે એક્શન સીન હશે. કે ફાઈટવાળો સીન હશે. તેમાં રજનીકાંત તેને મારશે નહી. જો તેમનો ફાઈટવાળો સીન રાખવામાં આવ્યો. તો તે ફિલ્મમાં કામ કરશે નહી. તેની આ શરત પછી મેકર્સે સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કર્યો હતો. ત્યારે મિથુન ચક્રવર્તીએ આ ફિલ્મમાં જોડાયા હતા.
હાલમાં જેલર 2 સુપર શોમાં રજનીકાંતને યાદ કરતા કહ્યું મિથુન મારા સારા મિત્રો છે. જ્યારે પ્રોડક્શન ટીમે તેનો સંપર્ક કર્યો અને પુછ્યું કે, ક્યો રોલ કરવો છે. તો તેમણે કહ્યું શું હું વિલન છું. શું મારે રજનીકાંતનો માર ખાવો જોઈએ. નીકળી જાઓ.
WAVES સમિટ દરમિયાન બંને અભિનેતાએ મુલાકાત કરી હતી. જ્યારે વાતચીત આ ટોપિક પર પહોંચી તો તેમણે મને કહ્યું, જો તમે કહેશો. તો હું આ કરીશ. પરંતુ તેની એક શરત હતી કે, તમે મને મારશો નહી. તેમજ અપશબ્દો પણ કહેજો નહી. ત્યારબાદ રજનીકાંતે કહ્યું મારા ડાયરેક્ટરને પુછી લઉ પછી તમને જણાવો. મને આશા હતી કે, તેઓ આવું કહી રહ્યા હતા.
મિથુન ચક્રવર્તીએ યગાવરયિનુમ ના કાક્કા થી તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતુ પરંતુ ત્યારબાદ તેઓ અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળ્યા ન હતા.