
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ ફિલ્મ 5 નવેમ્બરના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે. તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. ફિલ્મે શાનદાર કમાણી કરી છે. પાંચ દિવસમાં 600 કરોડને પાર કમાણી કરી છે. ફિલ્મની કમાણીની સાથે સાથે ફિલ્મના કલાકારો તેના અભિનય અને લુક તેમજ તેમણે પહેરેલા કવચની ચર્ચા કરી રહ્યા છે. નિતેશ તિવારીના નિર્દેશમાં બનેલી રામાયણ ખુબ મોટા બજેટમાં બનાવવામાં આવી છે. જેમાં વીએફએક્સ અને કોસ્ચ્યુમ પર ખુબ પૈસા ખર્ચ્યા છે.
યશે રાવણની ભૂમિકા નિભાવતા 33 કિલોના પોષાક અને 1.8 કિલોનું મુકુટ પહેર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, રામની ભૂમિકા નિભાવી રહેલા રણબીર કપૂરનું કવચ કોણે તૈયાર કર્યું છે. તમે જાણીને ચોંકી જશો કે, રણબીર કપૂરે જે કવચ પહેર્યું છે. તે ન તો સોના-ચાંદીનું કે મોંઘી ધાતુથી બનેલું છે. અને સ્ટીલ કે લોખંડથી બનેલું છે. આ કવચ રબરથી તૈયાર કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવી રહેલા રણબીર કપૂરનું કવચ આસામના એક નાનાકડા ગામના કારીગરોએ તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે, વેંત અને રબરનો ઉપયોગ કરીને બનાવેલ આ કવચ બનાવવામાં આ કારીગરોને લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો. ગામના લગભગ 15 કારીગરોએ સાથે મળીને પોતાના હાથે આ કવચ બનાવ્યું હતું, પરંતુ કારીગરોને પોતે જ ખ્યાલ નહોતો કે તેઓ કોના માટે બનાવી રહ્યા છે.
અંદાજે સાડા 3 વર્ષમાં 30 થી 35 કવચ તૈયાર કર્યા હતા. પરંતુ આ કામ દરમિયાન કારીગરોને ખબર ન હતી કે, આ કોઈ ફિલ્મ માટે બનાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા પછી જાણ થઈ કે, આ કવચ રામાયણ ફિલ્મ માટે બનાવ્યું છે.
રણબીર કપૂરની રામાયણ ફિલ્મે સૈકનિલ્કના રિપોર્ટ મુજબ રિલીઝ થયાને 6 દિવસમાં 94 કરોડ રુપિયા કમાયા છે. ફિલ્મે ગ્રોસ કલેક્શન તરીકે 112.60 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. ઓવરસીઝ કલેક્શન મામલે આ ફિલ્મે 35 કરોડ રુપિયાની કમાણી કરી છે. દુનિયાભરમાં આ ફિલ્મે 147.60 કરોડનું કલેક્શન કર્યું છે. નેટ કલેક્શન મામલે 6 દિવસમાં 440.45 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. તો બીજી બાજુ આ ફિલ્મે ગ્રોસ કલેક્શન મામલે 6 દિવસમાં 526.50 કરોડ રુપિયાની કમાણી કરી છે.