
ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. સુનિતા હંમેશા કોઈ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયાની સામે રાખે છે. સુનિતા કરોડો રુપિયાની સંપત્તિની માલિક છે. હવે તેમણે જણાવ્યું કે, તે પોતાની સંપત્તિ કોના નામે કરશે.
સુનિતા થોડા દિવસો પહેલા મુંબઈમાં પોતાના ડોગ સાથે જોવા મળી હતી. સુનિતા પોતાના ડોગને ખુબ વ્હાલ કરતી જોવા મળી હતી. સુનિતાએ પોતાના ડોગીને પ્રેમથી ખોળમાંથી ઉઠાવી ગાડીની આગળની સીટમાં બેસાડતી જોવા મળી હતી. આ દરમિયાન પૈપ્સે તેમના ડોગી સાથે મુલાકાત કરાવી હતી. સુનિતાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, તે બધી પ્રોપર્ટી પોતાના ડોગીના નામે કરી જશે.
તેની આ વાત પર પૈપ્સે મજાકના અંદાજમાં કહ્યું તેના ભાણેજ કોમેડિયન અને અભિેનેતા કૃષ્ણા અભિષેકને શું થશે. જેના પર સુનિતા આહુજાએ કહ્યું કૃષ્ણાતો મારો દીકરો છે. તેની પાસે પહેલાથી ઘણું બધું છે. મારે તેની પાસે લેવું છે. કૃષ્ણા હંમેશા મોટો છે. ભગવાન કરે તે આગળ વધતો રહે. જ્યાં સુધી હું જીવતી છું. ત્યાં સુધી તેના પર આશીર્વાદ રહેશે. સુનિતાનો આ બેબાક અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
ચાહકો આ વાતથી ચોંકી ગયા. કે, પ્રોપર્ટી આપવા માટે સુનિતાએ ન તો દીકરો યશવર્ધન આહુજાનું નામ લીધું કે ન દીકરી ટીનાનું નામ લીધું પરંતુ સુનિતા આહુજાએ પોતાની બધી પ્રોપર્ટી પોતાના ડોગીના નામ કરવા માંગે છે.તમને જણાવી દઈએ કે, ભાણેજ કૃષ્ણા અને તેની પત્ની કાશ્મીરા સાથે સંબંધો સુધરી ગયા છે. કુકિંગ શો લાફ્ટર શોમાં જ્યારે સુનિતા આહુજા આવી હતી. ત્યારે આ તમામ કડવાશ દુર થઈ હતી. કૃષ્ણા અને કશ્મીરાને ગળે લગાવ્યા હતા. બંન્ને મામીને જોઈ ખુબ ઈમોશનલ થયા હતા.