
એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ખતરો હતો. 2026માં જ્યારે દાઉદનો પ્રભાવ અદૃશ્ય થઈ ગયો હતો, ત્યારે એક નવો ખતરો ઉભરી આવ્યો છે. હવે માયાનગરીના સ્ટાર પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈનો આતંક જોવા મળી રહ્યો છે. 18 ઓક્ટોમ્બરના રોજ ટાઈગર શ્રોફ પર લોરેન્સ ગેંગે હુમલો કર્યો હતો. અભિનેતાની ગાડી પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ટાઈગર પર ફાયરિગે વર્ષો પહેલાની ઘટના તાજી કરી છે. જ્યારે ટી સીરિઝના માલિક ગુલશન કુમાર પર 16 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. ટાઈગર ગોળીબારમાં સહી સલામત હતો પરંતુ ગુલશન કુમારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ગુલશન કુમાર મર્ડર કેસ વર્ષો બાદ સૌથી ખતરનાક ક્રાઈમ સ્ટોરીમાં કાઉન્ટ કરવામાં આવે છે. 12 ઓગસ્ટ 1997ના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. આ દિવસે ગુલશન કુમાર સવારના સમયે મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આ મંદિરમાં તેઓ દરરોજ જતા હતા. એક દિવસ તેઓ દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે હુમલાખોરોએ તેના પર 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેનું ઘટના સ્થળે મૃત્યું થયું હતુ.
આ ઘટનાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખી હતી. ગુલશન કુમાર પર હુમલો પ્રી પ્લાન્ડ હતો. તપાસમાં સામે આવ્યું કે, અંદાજે 2 મહિનાથી ગુલશન કુમારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસનું માનવું હતુ કે, ગુલશન કુમારની હત્યા પાછળ દાઉદ ઈબ્રાહિમ ગેંગ હતી. મર્ડર પછી લોકો ભયમાં આવી ગયા હતા.30 ઓગસ્ટ 1997માં મ્યુઝિક કંપોઝર નદીમ અખ્તર સૈફી નામ સામે આવ્યું હતુ. કહેવામાં આવ્યું કે, તેઓ ગુલશન કુમારની હત્યામાં સામેલ હતો.
બંને વચ્ચે આલ્બમને લઈ ઝઘડો થયો હતો. 1997માં ટિપ્સ મ્યુઝિકના માલિક રમેશ તૌરાનીની ધરપકડ કરાઈ હતી. પોલીસે દાવો કર્યો કે, રમેશે ગુલશન કુમારના કિલર્સને 25 લાખ રુપિયા આપ્યા હતા.
નવેમ્બર 1997માં, મુંબઈ પોલીસે હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી. પોલીસે જણાવ્યું કે, ગુલશન કુમારની હત્યાની યોજના દુબઈમાં ઘડવામાં આવી હતી અને દાઉદના ભાઈ અનીસની ઓફિસે આ પ્લાનને અંજામ આપ્યો હતો. એપ્રિલ 2002માં, કોર્ટે અબ્દુલ રઉફ, જેને દાઉદ મર્ચન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને હત્યાનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. અબ્દુલ ગુલશન કુમાર પર ગોળીબાર કરનારાઓમાંનો એક હતો.