Govinda And Sunita : શું બીજા લગ્નનો પ્લાન કરી રહ્યો હતો ગોવિંદા ? એક ફોન કોલથી ધમાલ મચી ગઈ, જુઓ Video

Govinda Sunita Controversy : રાખી સાવંતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દાવો કરી રહી છે કે, તેમણે સુનિતા આહુજા સાથે ફોન પર વાત કરી હતી. વીડિયો સામે આવ્યા પછી હવે ચર્ચા શરુ થઈ છે કે, શું ગોવિદા બીજા લગ્નનો પ્લાન કરી રહ્યો હતો.

Govinda And Sunita : શું બીજા લગ્નનો પ્લાન કરી રહ્યો હતો ગોવિંદા ? એક ફોન કોલથી ધમાલ મચી ગઈ, જુઓ Video
| Updated on: Aug 21, 2026 | 8:56 AM

ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુનિતાએ છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં એક અરજી પણ કરી હતી પરંતુ 18 ઓગસ્ટના રોજ તેમણે કોર્ટમાંથી અરજી પરત લીધી હતી. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. તેમજ એક સવાલ થઈ રહ્યો છે કે, શું ગોવિંદા બીજા લગ્નનો પ્લાન કરી રહ્યો હતો.

રાખી સાવંતનો વીડિયો સામે આવ્યા છે, જેમાં તે પાપારાઝી વચ્ચે જોવા મળી રહી છે. તે ફોન કરી વાત કરતી જોવા મળી છે. રાખી સાવંતે દાવો કર્યો કે, તે ફોન પર સુનિતા સાથે વાત કરી રહી છે. રાખી સાવંત તેમને કહે છે. તમે જે કર્યું તે યોગ્ય નથી. સુનિતા જી હું હંમેશા તમારા સપોર્ટમાં છું જે મહિલાને રાખી સાવંત સુનિતા છે તેવો દાવો કરી રહી છે. તે મહિલા કહે છે કે, તમારે મારો સપોર્ટ કરવો જોઈએ.

 

 

 

રાખી સાવંતની આ વાત સામે આવી

ફોન પર મહિલા એ પણ કહે છે કે, 5-6 વર્ષથી ચુપ હતી. જો તમે મારી જગ્યાએ પત્ની તરીકે હોય તો તમને કેવું લાગે. આના પર રાખી સાંવત કહે છે. તમે 200 કરોડ પર ધ્યાન આપો. પહેલા બધું તમારા નામ કરી લો. તો સામે મહિલા બોલે છે. મે કેસ પાછો લઈ લીધો છે. કારણ કે, આ લોકો લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. હવે ખરેખર રાખી સાવંત સુનિતા આહુજા સાથે વાત કરી રહી હતી કે, નહી. તેની ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી.

ગોવિંદાના મેનેજરનું નિવેદન

તમને જણાવી દઈએ કે, સુનિતા આહુજા દ્વારા છુટાછેડાની અરજી પરત લીધા પછી ગોવિંદાની મેનેજર શશિ સિન્હાનું એક નિવેદન પણ સામે આવ્યું હતુ. તેના દ્વારા કહેવામાં આવ્યું કે, સુનિતા અને ગોવિંદા વચ્ચે બધું બરાબર છે. તેમણે કહ્યું હતુ કે, હવે બંને વચ્ચે કોઈ અલગતા નથી, પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયો છે, અને આ કૌટુંબિક મામલો જાહેર થવો જોઈતો ન હતો.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.