Gadar 2 Trailer Release: ગદર 2 નું ટ્રેલર થયું રિલીઝ, એક્શન મોડમાં જોવા મળ્યો સની દેઓલ, જુઓ Video

Gadar 2 Trailer Release: સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2ને લઈને ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે. ગદર 2 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

Gadar 2 Trailer Release: ગદર 2 નું ટ્રેલર થયું રિલીઝ, એક્શન મોડમાં જોવા મળ્યો સની દેઓલ, જુઓ Video
Gadar 2
| Edited By: | Updated on: Jul 26, 2023 | 7:58 PM

Gadar 2 Trailer Release: સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર ટીઝર અને કેટલાક ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે. હાલમાં ટ્રેલરને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ટ્રેલર જોયા પછી ફેન્સની ખુશીનો પાર નથી. મેકર્સની સાથે સની દેઓલને પણ તેની ‘ગદર 2’થી ઘણી આશાઓ છે. છેલ્લા ઘણા દિવસોથી સ્ટાર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં આવી છે. પરંતુ ટ્રેલર જોઈને તમને જૂની ગદર પણ યાદ આવી જશે. પહેલા ભાગ સાથે વાર્તાને નજીકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં એ જ જુનો ઉત્સાહ ફરી એક વાર તાજી થઈ શકે.

અહીં જુઓ ગદર 2નું ટ્રેલર

ટ્રેલરની શરૂઆત પાકિસ્તાનના એક સીનથી થાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ક્રશ ઈન્ડિયાના નારા લગાવતા જોવા મળે છે અને કહે છે કે આવતા શુક્રવારે દિલ્હી અમારી હશે. સની દેઓલ આગળ જોવા મળે છે જે પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે બેઠેલો જોવા મળે છે. તે અધિકારી તેને કહે છે, “યુદ્ધની સંભાવના છે, તારા સિંહ જી બેકઅપની તૈયારી કરવા માંગે છે.”

આગળ તારા સિંહ તેની ટ્રક સાથે જોવા મળે છે અને કેટલાક લોકો પર પોતાનું વર્ચસ્વ બતાવતો જોવા મળે છે. ટ્રેલરમાં અમીષ પટેલ સકીનાના રોલમાં જોવા મળી રહ્યો છે. તારા અને સકીના રોમેન્ટિક લાગી રહ્યાં છે. આગળ ઉત્કર્ષ શર્મા તારા સિંહના પુત્રના રોલમાં જોવા મળે છે. બંને પિતા-પુત્ર બાઈક પર સવારી કરતા જોવા મળે છે. આ સીનમાં ‘મેં નિકલી ગદ્દી લેકર’ ગીત વાગે છે.

આ પણ વાંચો : ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ગીત ‘ઢિંઢોરા બાજે’ થયું રિલીઝ, જોવા મળ્યો રણવીર અને આલિયાનો ‘લાલ ઈશ્ક’, જુઓ Video

પાકિસ્તાનની કેદમાં છે તારા સિંહનો પુત્ર

પહેલાથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગદર 2માં તારા સિંહ પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાન જશે. ટ્રેલરમાં આ જોવા મળી રહ્યું છે. ઉત્કર્ષ પાકિસ્તાનીઓની કેદમાં છે અને સની દેઓલ તેને બચાવવા લાહોર પહોંચે છે. તે દરમિયાન તે ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે, જેને જોતા 2001માં તારા સિંહનું પરફોર્મન્સ આવી રહ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:43 pm, Wed, 26 July 23