Breaking News : 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની વિરુદ્ધમાં ED, કહ્યું અમારી પાસે પુરાવા છે

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું નામ જ્યારથી મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલું છે. ત્યારેથી તેની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે જેકલીન ફર્નાન્ડીઝે સરકારી સાક્ષી બનવાની અરજી કરી હતી.જેની ઈડીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે.

Breaking News : 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની વિરુદ્ધમાં ED, કહ્યું અમારી પાસે પુરાવા છે
| Updated on: May 11, 2026 | 3:45 PM

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક સમયથી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલી છે. આ વખતે આ મામલે સુનાવણી થઈ ચૂકી છે. પરંતુ અત્યારસુધી આ કેસમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એક સમય એવો હતો જ્યારે આ મામલામાં જેકલીનને સરકારી સાક્ષી બનવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીએ સરકારી સાક્ષી બનવાથી મનાઈ કરી દીધી છે. હવે અભિનેત્રીએ આ કેસમાં સરકારી સાક્ષી બનવાનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ હવે આ મામલે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. જેમાં 200 કરોડ સાથે જોડાયેલો મની લોન્ડ્રીગનો આ કેસ વધુ લાંબો ચાલી શકે છે.

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલે સરકારી સાક્ષી બનવાની માંગ કરનારી અરજીનો ઈડીએ વિરોધ કર્યો છે. ઈડીનું માનવું છે કે, તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ સહયોગ કરતી ન હતી તેમજ તેના જવાબો સંતોષજનક ન હતા. ઈડીએ કહ્યું તપાસ દરમિયાન જેકલીનનું વલણ સહકારથી દૂર હતું કારણ કે તે PMLA ની કલમ 50 હેઠળ નોંધાયેલા તેના નિવેદનોમાં સંપૂર્ણ ખુલાસો કરવામાં સતત નિષ્ફળ રહી હતી.

ઈડીએ શું કહ્યું?

ઈડીએ આ મામલે કહ્યું કે, જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખરના ગુનાના ઈતિહાસની જાણકારી હતી. પરંતુ તેમ છતાં અભિનેત્રીએ સુકેશ ચંદ્રશેખરની સાથે નિયમિત અને સતત સંપર્કમાં હતી. દિલ્હી પટિયાલાની હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝના વકીલને ઈડીના જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવાની વાત કહી હતી. પટિયાલા હાઉસ કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 12 મેના રોજ કરશે.

જેકલીન ફર્નાન્ડીઝ વર્કફ્રન્ટ?

જેકલીન ફર્નાન્ડીઝ વર્કફ્રન્ટની વાત કરીએ તો. અભિનેત્રી 2025 માં ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી. તે ફતેહ, રેડ 2 અને હાઉસફુલ 5 જેવી ફિલ્મોનો ભાગ હતી. રેડ 2 એ સારી કમાણી કરી હતી, અને હાઉસફુલ 5 એ પણ સારું કલેક્શન કર્યું હતું. 2026માં ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનો ભાગ છે. હાલમાં, આ ફિલ્મની રિલીઝ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

જેલમાં રહી બોયફ્રેન્ડ કરે છે કરોડોનું દાન, ફિલ્મથી વધારે લવ અફેરથી ચર્ચામાં રહેનારી અભિનેત્રીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us