Breaking News : ‘ધુરંધર’ એ ઇતિહાસ રચ્યો, આ રેકોર્ડ-બ્રેકિંગ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી બની

ધુરંધર અને ધુરંધર 2એ સાથે મળી ઈતિહાસ રચ્યો છે. બંન્ને ફિલ્મોએ એ કામ કરી દેખાડ્યું છે. જે પહેલે ક્યારે થયું નથી. આ ફ્રેન્ચાઈઝી 3000 કરોડના ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે.

Breaking News : ધુરંધર એ ઇતિહાસ રચ્યો, આ રેકોર્ડ-બ્રેકિંગ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી બની
| Updated on: Apr 14, 2026 | 11:25 AM

આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર 2એ જે કમાલ કરી છે. તે ચોખ્ખી બોક્સ ઓફિસ પર જોવા મળી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. તેમજ ફિલ્મની કમાણી જે રીતે આગળ વધી રહી છે. જેનાથી ફિલ્મને દેશભરના સિનેમાના દિગ્ગજો પણ ખુબ વખાણ કરી રહ્યા છે. જે પણ ફિલ્મ સ્ટાર કે મેકર્સ ફિલ્મને જોઈ રહ્યા છે.તે આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. જ્યાં સુધી એન્ટરટેનમેન્ટની વાત આવે તો અંદાજે 4 કલાકની આ ફિલ્મ હિટ સાબિત થઈ છે. ધુરંધરના બંન્ને પાર્ટે મળીને અંદાજે 3000 કરોડ રુપિયાની કમાણી કરી છે.

ધુરંધર 2એ 26માં દિવસે 5.20 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે કુલ 1,088.62 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે 1,303.37 કરોડનું ગ્રોસ કલેક્શન છે. તેમજ વિદેશમાં આ કમાણી 416 કરોડથી પાર થઈ ચૂકી છે. તેમજ વર્લ્ડવાઈટની કમાણી 1,718.62 પાર થઈ છે.

ધુરંધર ફિલ્મે ઈતિહાસ રચ્યો

રણવીર સિંહ સ્ટારર ધુરંધર ફિલ્મના પહેલા અને બીજા પાર્ટેની કુલ કમાણી વર્લ્ડવાઈડ 3000 કરોડના આંકડાના પાર કરી ચૂકી છે. ધુરંધર સિનેમાઘરોમાં 1300 કરોડથી વધારેની કમાણી કરવાની સાથે પોતાના પ્રદર્શન પર ધમાલ મચાવી રહી છે. દેશની સૌથી વધારે કમાણી કરનારી ચોથી ફિલ્મ બની છે. ધુરંધર 2એ ગ્લોબલ લેવલ પર અત્યારસુધી 1700 કરોડથી વધારેની કમાણી કરી ચૂકી છે. તો ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યારસુધી 1000 કરોડ રુપિયાનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મના બંન્ને પાર્ટ મળીને ગ્લોબલ લેવલ પર 3000 કરોડ રુપિયાનો આંકડો પાર કર્યો છે.

‘ધૂરંધર’ ફ્રેન્ચાઇઝીનું બજેટ કેટલું હતું?

રિપોર્ટ અનુસાર ‘ધૂરંધર’ ફ્રેન્ચાઇઝીના બંને ભાગોનું બજેટ આશરે 300 કરોડ હતું. બંને ભાગોએ 3000 કરોડથી વધુની કમાણી કરી, તે ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની. કોઈ પણ ભારતીય ફ્રેન્ચાઇઝીએ આટલી કમાણી કરી નથી. 3000 કરોડ ક્લબમાં જોડાનાર આ પહેલી ભારતીય ફ્રેન્ચાઇઝી છે.

બાહુબલી અને પુષ્પાની તુલના

જો આપણે ‘ધુરંધર’ ની સરખામણી અન્ય ભારતીય ફિલ્મ સાથે કરીએ, તો તે તે બધા કરતાં ઘણી આગળ છે. ‘બાહુબલી’ એ આશરે 2438 કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘પુષ્પા’એ 2092.20 કરોડની કમાણી કરી હતી.

 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us