આ અભિનેતાએ રામાયણમાં 1,2 નહિ પરંતુ 7 રોલમાં ભૂમિકાઓ નિભાવી, 4 હજાર લોકોએ સિકવન્સ પર કામ કર્યું
ચેતન હંસરાજે રામાયણ (Ramayana)માં રાજા માલીનું પાત્ર ભજવ્યું હતું. તેમણે એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે ખાર અને દુષણના પાત્રો માટે મોશન કેપ્ચર પણ કર્યું હતું. તેમણે સાત પાત્રો ભજવ્યા હતા.

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણે દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મના સિનેમૈટિક એક્સપીરિયન્સના પણ ખુબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં અભિનેતા ચેતન હંસરાજે રાજા માળીનું પાત્ર નિભાવ્યું છે. આ પાત્ર માટે તેને પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. તેમણે રાજા માળીના ગેટઅપમાં આવવા માટે દરરોજ 4 કલાક મેકઅપ કરાવવો પડતો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેમણે દેશની સૌથી મોંઘી ફિલ્મમાં એક-બે નહી પરંતુ 7 પાત્રમાં કામ કર્યું છે.
ચેતન હંસરાજે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું તેમણે ફિલ્મમાં અન્ય કેરેક્ટર્સ માટે મોશન કૈપ્ચર પરફોર્મ કર્યું છે. જેમાં ખર અને દુષણ ના પાત્ર પણ સામેલ છે. તે કહે છે કે, મે અન્ય કેટલાક પાત્રો પણ નિભાવ્યા છે. મે અન્ય 6 કેરેક્ટર્સ માટે મોશન કૈપ્ચર પરફોર્મ કર્યું છે. મે ફાઈનલ ફાઈટ સીકવન્સ માટે ખર અને દુષણના મોશન કેપ્ચર પરફોર્મ કર્યું. સીનમાં બંને રામનો પીછો કરે છે. તે સીન જ્યાં શ્રીરામ ટોરનૈડમાં તીર ચલાવે છે. બધું રોશન થઈ જાય છે. તે શાનદાર હતો. તે એક સીન છે. જે તમારા મગજમાં હંમેશા રહેશે.
View this post on Instagram
રામાયણમાં ચેતન ખર અને દુષણના સીકવન્સ દરમિયાન રાવણનું પાત્ર નિભાવી રહેલા યશ સાથે કામ કરવાની તક મળી છે. તેમણે રણબીર કપૂરના રામ સાથે જોડાયેલા કેટલાક સીકવન્સ માટે ફેશિયલ અને પરફોર્મન્સ કેપ્ચર કર્યું હતુ. જ્યારે એક્શન સીન સ્ટંટ કલાકારોએ કર્યા હતા.
ચેતન હંસરાજે પોતાના રાજા માળી વાળા પાત્ર વિશે કહ્યું કે, આ પાત્રના લુકમાં આવવા માટે અંદાજે 4 કલાકનો મેકઅપ કરવો પડતો હતો. તેમણે પોતાના ભાગનું શૂટિંગ 15 દિવસ સુધી કર્યું હતુ.
ચેતનની સીકવન્સ પર 2 વર્ષ ચાલું વીએફએક્સનું કામ
ચેતને કહ્યું મારા સીકવન્સ પર 2 વર્ષ સુધી વીએફએક્સનું કામ કર્યું હતુ. તેમણે કહ્યું તેની સીકવન્સ પર 3 હજારથી 4 હજાર લોકોએ કામ કર્યું હતુ. દરેક નાની નાની વસ્તુઓને પણ તેમને મહત્વ આપ્યું હતુ. હવે તે થિયેટરમાં જોવા મળી રહ્યો છે.
