
અક્ષય કુમારની હાલમાં ફિલ્મ ભૂત બંગલા રીલિઝ થઈ હતી. હવે નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતુ. થોડા સમય માટે બ્રેક લીધો છે. કારણ કે, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષયને જોવામાં તકલીફ પડી રહી હતી અને તેથી તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી 6 મેના રોજ સવારે કરવામાં આવી હતી, અને હવે અભિનેતા તેની તબિયતને કારણે થોડા સમય માટે કામથી બ્રેક લેશે. અક્ષય સામાન્ય રીતે વર્ષમાં 4-5 ફિલ્મો લઈને આવે છે. એક ફિલ્મ પૂર્ણ કે રિલીઝ થતાં જ તે બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે છે. જોકે, અક્ષય હવે થોડા સમય માટે બ્રેક પર છે.
અક્ષય કુમારે આંખની સર્જરી પહેલા વિદ્યા બાલનની સાથે પોતાની ફિલ્મ કેરલમનું શેડ્યુલ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મને અનીસ બઝમી ડાયરેક્ટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફિલ્મના શેડ્યુલ પૂર્ણ થયાની વાત કરી હતી.
Keralam schedule wrapped! Nothing beats working with good people in a beautiful place.
Big love to our director Anees Bazmee for the madness behind the camera and to my incredible co-stars @vidya_balan, Raashii, Chota Rajpal and the entire crew!
This one’s been special ♥️ pic.twitter.com/Gs9JSUOlxG— Akshay Kumar (@akshaykumar) May 5, 2026
હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, અક્ષય કુમારની આંખમાં સમસ્યા ક્યારથી છે. તેમજ હવે સર્જરી પછી કેટલા દિવસ શૂટિંગથી દુર રહેશે. હવે સ્ટાર પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપી રહ્યા છે. તે પોતાની ફિટનેસ અને હેલ્થને લઈ ખુબ જ સતર્ક રહે છે.તેમની લાઈફસ્ટાઈલ અને ફિટનેસ પણ ચર્ચામાં રહે છે.
અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાની વાત કરીએ તો રિલીઝ થયાને 20 દિવસ થઈ ચૂક્યા છે, ફિલ્મે અત્યારસુધી સારી કમાણી કરી છએ. 20 દિવસમાં 175.93 કરોડની કમાણી કરી છે. વિશ્વભરમાં તેની કમાણી 232.78 કરોડ થઈ ગઈ છે.અક્ષય કુમાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તે વર્ષમાં 4-5 ફિલ્મો રિલીઝ કરે છે. હાલમાં તેની પાસે હૈવાન, ગોલમાલ 5, વેલકમ ટુ ધ જંગલ અને મરાઠી ફિલ્મ Vedat Marathe Veer Daudle Saat જેવી ફિલ્મો છે.