
અભિનેતા આદિત્ય રોય કપૂરે પોતાના 17 વર્ષના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ જેટલી પોપુલારિટી તેને તેની લીડ ડેબ્યુ ફિલ્મ આશિકી 2થી મળી છે. અન્ય કોઈ ફિલ્મથી આટલી ઓળખ મળી નથી. આશિકી 2 તેના કરિયરની સૌથી ફેમસ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમણે રાહુલ જયકર નામના એક સિંગરનું પાત્ર નિભાવ્યું હતુ. જેને દારુની લત હોય છે. આદિત્યે આ ફિલ્મના એક સીન માટે એટલો દારુ પીધો હતો કે, તેની હાલત એવી થઈ હતી કે, શૂટિંગ કરી શક્યો નહી. કારણ કે, તે લાઈન બોલતા સમયે લથડવા લાગ્યો હતો.
આશિકી 2 વર્ષ 2013માં આવી હતી. આ ફિલ્માં તેના અપોઝિટ શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં એક એપિસોડમાં આદિત્યે શ્રદ્ધાની સાથે આવ્યો હતો. આ દરમિયાન આદિત્યે આશિકી 2ના એક સીનને પરફેક્ટ કરવા માટે દારુ પીવાનો ખુલાસો કર્યો હતો. આજે આદિત્ય રોય કપૂરનો 41મો જન્મદિવસ છે. તો ચાલો આજે તેના વિશે રસપ્રદ વાતો જાણીએ.
કોફી વિથ કરણ પર કરણ જોહરે આદિત્યને એક સવાલ કર્યો હતો કે,શું ફિલ્મના કોઈ સીન માટે ખરેખર તે દારુ પીધો હતો. તો તેમણે કહ્યું હા તેમણે કહ્યું કે, તેને એવું લાગતું હતુ કે, પાત્રને યોગ્ય કરવા માટે આવું કર્યું હતુ. પરંતુ દારુ પીધા પછી તે પોતાની લાઈન બોલવા માટે લથડાતો હતો. અંતે શૂટિંગ રોકવી પડી અને પેકઅપ કરવામાં આવ્યું હતું.
કરણના શોમાં આદિત્યની આ વાતમાં શ્રદ્ધાએ મજાકમાં કહ્યું હતુ કે, આશિકી 2ના સેટ પર આદિત્ય પોતાની લાઈન બોલવામાં લથડાતો હતો. પરંતુ એ જોવાનું મજેદાર રહ્યું હતુ.
આશિકી 2ને મોહિત સુરીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2009માં લંડન ડ્રીમ્સમાં પણ કામ કર્યું હતુ. તે આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં હતો પરંતુ તેમને સાચી ઓળખ આશિકી 2એ અપાવી હતી. લીડ અભિનેતા તરીકે પહેલી ફિલ્મ છે.