Ramayana Advance Booking: “રામાયણ”ની 2 લાખથી વધુ ટિકિટ બુક થઈ, રિલીઝ પહેલા 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી,વિદેશમાં પણ બમ્પર બુકિંગ થયું

નિતેશ તિવારી દિગ્દર્શિત રણબીર કપૂર અભિનીત ફિલ્મ "રામાયણ" (Ramayana )માટે 2 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ગઈ છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

Ramayana Advance Booking: રામાયણની 2 લાખથી વધુ ટિકિટ બુક થઈ, રિલીઝ પહેલા 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી,વિદેશમાં પણ બમ્પર બુકિંગ થયું
| Updated on: Oct 26, 2026 | 8:13 AM

Ramayana Advance Booking : નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રામાયણનો પહેલો પાર્ટ 5 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. રણબીર કપૂર, સાંઈ પલ્લવી, યશ અને સની દેઓલ જેવા સ્ટારવાળી આ ફિલ્મનો સારો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝથી પહેલા 15 દિવસ મેકર્સે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ કર્યું છે. હજુ ફિલ્મ રિલીઝ થવાને 10 દિવસનો સમય બાકી છે. ત્યારે ભારતમાં ફિલ્મે 11 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે. 5 દિવસમાં એડવાન્સમાં ફિલ્મની 2 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે.

સૈકનિલ્ક મુજબ રામાયણના પહેલા દિવસના શો માટે 11.44 કરોડ રુપિયાની એડવાન્સ ટિકિટ બુકિંગ થઈ છે. સૌથી વધારે બુકિંગ એનસીઆરમાં થઈ છે. અહી 2.31 કરોડ રુપિયાની ટિકિટ બુકિંગ થયું છે. બ્લોક સાથે 2.08 લાખ ટિકિટ અને બ્લોક સીટ વગર 1.65 લાખ રુપિયાની ટિકિટ બુક થઈ છે.

 

 

એડવાન્સ બુકિંગ કેટલું થયું?

“રામાયણ” માટે વિદેશોમાં એડવાન્સ બુકિંગ સારી રીતે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં, શરૂઆતના દિવસ માટે 2 મિલિયનથી વધુની ટિકિટો વેચાઈ ગઈ છે. ઉત્તર અમેરિકામાં ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ 750,000 સુધી પહોંચી ગયું છે, જેમાં ફક્ત પ્રીમિયર શો માટે 5.5 લાખ ડોલરની ટિકિટો વેચાઈ છે. યુકેમાં, ફિલ્મે 90 હજાર ડોલરથી વધુની ટિકિટો વેચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં, આ આંકડો 60 હજાર ડોલરથી વધુની ટિકિટો વેચાઈ છે. વિશ્વભરમાં શરૂઆતના દિવસ માટે 2 મિલિયન (અંદાજે રૂ. 19 કરોડ) થી વધુની એડવાન્સ બુકિંગ ફિલ્મ માટે એક મજબૂત શરૂઆત માનવામાં આવે છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રામાયણ ફિલ્મની સ્ટાર કાસ્ટ

રણબીર કપૂર રામની ભૂમિકા ભજવશે, સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે, યશ રાવણની ભૂમિકા ભજવશે, સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવશે, રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે, અરુણ ગોવિલ દશરથની ભૂમિકા ભજવશે, લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવશે, વિવેક ઓબેરોય વિદ્યુતજીહ્વાની ભૂમિકા ભજવશે, કુણાલ કપૂર ઇન્દ્રની ભૂમિકા ભજવશે, શીબા ચઢ્ઢા મંથરાનો રોલ ભજવશે, કાજલ અગ્રવાલ મંદોદરીની ભૂમિકા ભજવશે, ઇન્દિરા કૃષ્ણન કૌશલ્યાનો રોલ ભજવશે, રકુલ પ્રીત સિંહ શૂર્પનખાનો રોલ ભજવશે અને અનુપમ ખેર જટાયુને પોતાનો અવાજ આપશે.

 

એક એવો પરિવાર જેના પર આખી ફિલ્મ બની જાય, અભિનેતાથી લઈને વિલેન પરિવારમાં સામેલ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.