Brahmastra BTS Video: આવી રીતે બન્યું ‘બ્રહ્માસ્ત્ર’, એક્શનમાં જોવા મળ્યા રણબીર-આલિયા

|

Sep 04, 2022 | 9:18 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો બીટીએસ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફિલ્મના તમામ કલાકારો એક્શન કરતા જોવા મળી રહ્યા છે.

Brahmastra BTS Video: આવી રીતે બન્યું બ્રહ્માસ્ત્ર, એક્શનમાં જોવા મળ્યા રણબીર-આલિયા
Alia Bhatt And Ranbir Kapoor In Brahmastra

Follow us on

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની (Alia Bhatt) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વીએફએક્સનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ જોવા માટે ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં એકથી વધુ સુપરસ્ટાર જોવા મળવાના છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક બીટીએસ વીડિયો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આલિયા ભટ્ટે શેયર કર્યો ‘બ્રહ્માસ્ત્ર’નો બીટીએસ વીડિયો

આલિયા ભટ્ટ સિવાય ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ પણ એક વીડિયો શેયર કર્યો છે, જેમાં ફિલ્મના શૂટિંગની ક્લિપ્સ જોવા મળી રહ્યા છે. આ બીટીએસ વીડિયોમાં અયાન મુખર્જી તમામ કલાકારોને સીન કેવી રીતે શૂટ કરવો તે સમજાવતા જોઈ શકાય છે. આ વીડિયોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અક્કીનેની, અમિતાભ બચ્ચન અને મૌની રોય સીન કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

અહીં જુઓ આ બીટીએસ વીડિયો –

એક્શન સિક્વન્સ માટે શૂટિંગ કરતા જોવા મળે છે કલાકારો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ બીટીએસ વીડિયોમાં એક્શન સિક્વન્સ માટે શૂટિંગ કરતા જોવા મળે છે. ઘણા ફાઈટ સીન છે, કેટલાક એક્રોબેટીક્સના છે અને ક્યાંક કારમાં બેસીને કારના ફરવાના સીન લેવામાં આવ્યા છે. વીએફએક્સ માટે બ્લુ સ્ક્રીનની આગળ ફિલ્મના ઘણા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. આલિયા ભટ્ટે આ બીટીએસ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતા કેપ્શનમાં લખ્યું, ‘5 દિવસ બાકી છે! તમે હમણાં જ તમારી ટિકિટ બુક કરો. 09.09.2022ના રોજ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ રહી છે.

અયાન મુખર્જીએ શેયર કરી ઈમોશનલ પોસ્ટ-

ફિલ્મને બનાવવામાં લાગ્યો 5 વર્ષનો સમય

આ વીડિયો શેયર કરતી વખતે અયાન મુખર્જીએ કેપ્શનમાં ઘણી બધી બાબતો લખી છે અને તેમાં તેને કહ્યું છે કે તેને ફાઈનલ પ્રોડક્ટ જોઈ લીધી છે અને હવે ફિલ્મ રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અયાન મુખર્જીએ કહ્યું કે આ તેમના માટે ઈમોશનલ સમય છે કારણ કે તેને આ ફિલ્મ બનાવવા માટે પૂરા 5 વર્ષનો સમય લાગ્યો છે. પરંતુ હવે આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.

રણબીર-આલિયાની સાથે છે આ પહેલી ફિલ્મ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા અને હવે બંને માતા-પિતા પણ બનવાના છે.

Next Article