40 વર્ષની ઉંમરે નેહા ભસીને પોતાના બોલ્ડ ડાન્સથી મચાવી ધૂમ, જુઓ Video

સિંગર નેહા ભસીને (Neha Bhasin) એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સિંગર તેની યૂનિક સ્ટાઈલ માટે જાણીતી છે અને ફેન્સને તેની આ સ્ટાઈલથી ઈમ્પ્રેસ કરતી જોવા મળે છે. ટ્રોલર્સ સાથે કેવી રીતે ડીલ કરવી તે નેહા સારી રીતે જાણે છે.

40 વર્ષની ઉંમરે નેહા ભસીને પોતાના બોલ્ડ ડાન્સથી મચાવી ધૂમ, જુઓ Video
Neha Bhasin
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 03, 2023 | 7:44 PM

Neha Bhasin Dance Video Viral: પોપ્યુલર અને ફેશનેબલ સિંગર નેહા ભસીન પોતાની યૂનિક સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. જેમ તેનો અવાજ યૂનિક છે અને તે તેના યૂનિક ગીતો માટે ફેમસ છે, તેમ તેની પર્સનાલિટી પણ યૂનિક છે. નેહા ભસીને બિગ બોસ ઓટીટીમાં પોતાની શાનદાર સ્ટાઈલથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા. હાલમાં જ સિંગરે જિમમાંથી એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે ફુલ ઓન ફન મોડમાં છે અને ડાન્સ કરી રહી છે.

આ સાથે તેણે કેરેબિયન દેશ બહામાસમાં રજાઓ મનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે જીમમાં છે અને એન્જોય કરતા ડાન્સ કરી રહી છે. તે ઈંગ્લિશ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. સિંગર આ સમય દરમિયાન બોડી ફિટિંગ ડ્રેસમાં જોવા મળે છે. જીમમાં પોતાના શરીરને ફિટ રાખવાની સાથે સાથે તે પોતાના માઈન્ડને પણ રિફ્રેશ કરી રહી છે.

અહીં જુઓ નેહાનો વાયરલ વીડિયો

વીડિયોની સાથે નેહાએ કેપ્શનમાં લખ્યું- કેરેબિયન દેશમાં વેકેશન પર જવાનું હજુ પણ મારું સપનું છે. તેથી હું આ બીટ પર ડાન્સ કરી રહી છું અને બહામાસમાં વેકેશન એન્જોય કરવાવાળી વાઈબ અનુભવવાનો પ્રયાસ કરી રહી છું. નેહાના આ વીડિયો પર ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 40 વર્ષની ઉંમરમાં પણ નેહા ભસીનની ફિટનેસમાં જોરદાર છે. સિંગર પોતાને ફિટ રાખે છે. તે એક એન્થુજિયાસ્ટીક પર્ફોમર છે.

આ પણ વાંચો : Sara Ali Khan-Shubman Gill : સારા અલી ખાન ફરી એક વાર શુભમન ગિલ સાથે જોવા મળી, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ

ટ્રોલ્સને આપ્યો નેહાએ જવાબ

સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને બેબાક નેચર કારણે નેહા ભસીનને ક્યારેક ક્યારેક ટ્રોલ્સનો સામનો કરવો પડે છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રોલ્સ વિશે વાત કરતા કહ્યું હતું કે- એવું નથી કે જો હું મારી કોઈ પણ સ્ટોરી દુઃખી રીતે ન કહેતી તો એવું નથી કે મારા જીવનમાં કોઈ દુ:ખ નથી.

તમને લાગે છે કે તમે આ ઉંમરે પડકારોનો સામનો કરી શકતા નથી પણ તમે કરી શકો છો. પરંતુ એવું નથી કે સમસ્યાઓ માત્ર ફાઈનાશિયલી છે. તે ઈમોશનલ પણ હોઈ શકે છે. આ વર્ષ મારા માટે ખૂબ જ ટફ હતું કારણ કે હું શારીરિક રીતે લોકોની વચ્ચે હતી પરંતુ માનસિક રીતે નહીં.

Published On - 7:43 pm, Fri, 3 February 23