વરિષ્ઠ સ્ટોક રોકાણકાર અને અબજોપતિ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala) નિધન થયું છે. ભારતના ‘બીગ બૂલ’ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના અવસાનથી સમગ્ર મનોરંજન જગત આઘાતમાં છે. 62 વર્ષની વયે તેમણે આખી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. તેણે થોડા દિવસો પહેલા ‘અકાસા એરલાઈન્સ’ (Akasa Airlines) શરૂ કરી હતી. તેને બોલિવૂડનો ઘણો શોખ હતો.
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અકાસા એરલાઈન્સમાં (Akasa Airlines) સૌથી મોટો હિસ્સો તેમની પત્ની રેખા અને ઝુનઝુનવાલાની પાસે હતો. અહેવાલો અનુસાર, બંનેની અકાસા એરલાઇન્સમાં 45.97 ટકા હિસ્સો હતો. 5 જુલાઈ 1960ના રોજ રાજસ્થાની પરિવારમાં જન્મેલા રાકેશ ઝુનઝુનવાલાએ ઈન્ડસ્ટ્રીમાં એવા કામ કર્યા છે, જેનું ઉદાહરણ આપવામાં આવે છે. તેઓ મુંબઈમાં તેમના આખા પરિવાર સાથે રહેતા હતા, જ્યાં તેઓ મોટા થયા અને મોટા થઈને આ સ્થાને પહોંચ્યા.
તેમને શેરબજારના ‘બિગ બુલ’ પણ કહેવામાં આવતા હતા. તેમણે અકાસા એરલાઈન્સને એવી ઊંચાઈ પર લઈ ગયા જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. માત્ર 5 હજાર રૂપિયા સાથે શેરબજારમાં પ્રવેશેલા રાકેશ ઝુનઝુનવાલા બીમારીથી પીડિત હતા. જેના કારણે આજે સવારે લગભગ 6.40 વાગ્યે તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રાકેશ ઝુનઝુનવાલા વ્યવસાયે એક નિર્માતા પણ હતા. કહેવાય છે કે બિઝનેસની સાથે તેમને સિનેમા પ્રત્યે પણ ખાસ લગાવ હતો. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો બનાવી હતી. જેમાં ઈંગ્લિશ વિંગ્લિશ, શમિતાભ, કી અને કા સામેલ છે. વર્ષ 1999માં, તેમણે હંગામા ડિજિટલ મીડિયાને ઓનલાઈન પ્રમોશન એજન્સી તરીકે શરૂ કર્યું, જેના પછી તેઓ ચેરમેન બન્યા. ચેરમેન બન્યા પછી, તેણે તેનું નામ બદલીને હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કરી દીધું. વર્ષ 2021માં, હંગામા મ્યુઝિક અને હંગામા પ્લે પણ OTT પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યા હતા. કદાચ આ જ કારણ હતું કે, તેના વ્યક્તિત્વ અને ક્ષમતાના વખાણ થયા.
તેમના અંગત જીવનની વાત કરીએ તો, રાકેશ ઝુનઝુનવાલા ખૂબ જ શાનદાર વ્યક્તિ હતા. તેને ખાવાનું પસંદ હતું. ખાસ કરીને તેને સ્ટ્રીટ ફૂડનો ખૂબ શોખ હતો. તેનું ફેવરિટ ચાઈનીઝ ફૂડ હતું, જે તે ખૂબ જ શોખથી ખાતા હતા. દિલથી મુંબઈકર હોવાને કારણે તેને પાવભાજી પણ પસંદ હતી. એટલું જ નહીં, તેને ફ્રી સમયમાં ફૂડ શો જોવાનું પસંદ હતું, જે તે ઘણીવાર કરતા હતા.