કાજોલની ફિલ્મમાં મહત્વનો રોલ ભજવશે આમિર ખાન…? જુઓ સલામ વેંકીનો ટ્રેલર વીડિયો

'બાળ દિવસ'ના અવસર પર મુંબઈમાં ફિલ્મ 'સલામ વેંકી'નું જબરદસ્ત ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 'સલામ વેંકી'માં કાજોલ અને વિશાલ જેઠવા ઉપરાંત રાહુલ બોસ, રાજીવ ખંડેલવાલ, પ્રકાશ રાજ અને અહાના કુમરા પણ જોવા મળશે.

કાજોલની ફિલ્મમાં મહત્વનો રોલ ભજવશે આમિર ખાન...? જુઓ સલામ વેંકીનો ટ્રેલર વીડિયો
Aamir Khan Kajol
| Edited By: | Updated on: Nov 15, 2022 | 9:35 AM

કાજોલ લાંબા સમયથી પડદાથી દૂર છે, પરંતુ ટૂંક સમયમાં તે પોતાની નવી ફિલ્મ લઈને આવી રહી છે. ‘બાળ દિવસ’ના અવસર પર મુંબઈમાં ફિલ્મ ‘સલામ વેંકીનું જબરદસ્ત ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચ પ્રસંગે ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. વરિષ્ઠ અભિનેત્રી રેવતી સલામ વેંકીની દિગ્દર્શક છે. આ ફિલ્મમાં કાજોલ લીડ રોલમાં જોવા મળશે. આ પાત્ર એક માતાનું છે, જે પોતાના પુત્રને શ્રેષ્ઠ જીવન આપવા માટે દરેક પડકારનો સામનો કરે છે. તે તેના જીવનને સરળ બનાવવા માટે શક્ય તેટલું બધું કરે છે.

ફિલ્મમાં મા-દીકરાનું બોન્ડિંગ બતાવવામાં આવ્યું છે

‘સલામ વેંકી’નું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આ ફિલ્મમાં માતા સુજાતા બનેલી કાજોલ પોતાની જોરદાર એક્ટિંગને કારણે ચર્ચામાં છે. વિશાલ જેઠવા ફિલ્મમાં તેના પુત્ર તરીકે જોવા મળશે, ટ્રેલરમાં વિશાલ વેંકટેશ એટલે કે વેંકીના પાત્રને ન્યાય કરતો જોવા મળે છે અને તે મજબૂત દેખાય છે. માતા અને પુત્રના ખાસ બંધનને દર્શાવતી આ ફિલ્મ હળવી કોમેડી સાથે ગંભીરતા તરફ આગળ વધે છે.

અહીં, ‘સલામ વેંકી’નું ટ્રેલર જુઓ

ખૂબ જ રસપ્રદ ફિલ્મ

ફિલ્મની શરૂઆતમાં રાજેશ ખન્નાના ડાયલોગ ‘બાબુ મોશાયે ઝિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે’ સંભળાય છે. વેંકી પલંગ પર સૂઈ રહ્યો છે પરંતુ સ્મિત સાથે પડકારોનો સામનો કરી રહ્યો છે. હૃદય સ્પર્શી આ દ્રશ્ય દર્શકોને ભાવુક કરી દેશે. વેંકીની તબિયત બગડતી હોવા છતાં, સુજાતા તેને પ્રોત્સાહિત કરી રહી છે અને તેને દરેક પગલા પર સાથ આપી રહી છે, સુજાતાનું એકમાત્ર ધ્યેય છે કે તેનો પુત્ર તેના તમામ સપના પૂરા કરે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં આમિર ખાન પણ એક મજબૂત પાત્ર ભજવતો જોવા મળશે.

જાણો, આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મમાં કાજોલ અને વિશાલ જેઠવા ઉપરાંત રાહુલ બોસ, રાજીવ ખંડેલવાલ, પ્રકાશ રાજ અને આહાના કુમરા પણ અભિનય કરતા જોવા મળશે. કનેક્ટિકટ મીડિયા દ્વારા પ્રસ્તુત, BLIVE પ્રોડક્શન્સ અને RTAKE સ્ટુડિયોએ સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે 9 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.