રોહિત શેટ્ટી ‘પોલીસ ફોર્સ’ પર વેબ સિરીઝ તૈયાર કરી રહ્યો છે. તેનું નામ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ છે. આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે. તેની સાથે વિવેક ઓબેરોય પણ મહત્તવના રોલમાં જોવા મળશે. બોલિવૂડ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને આજે હૈદરાબાદની કામિનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે તેની અપકમિંગ વેબસિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. જેનું શૂટિંગ હાલમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. આ વેબ સિરીઝ 2023માં રિલીઝ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કાર ચેઝ સિક્વન્સના શૂટિંગ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ હતી. પ્રોડક્શન ટીમ દ્વારા તેને તાત્કાલિક કામીનેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમે એક નાની સર્જરી કરી અને તેને તે જ દિવસે રજા પણ આપવામાં આવી છે.
રોહિત શેટ્ટી તેની જોરદાર એક્શન માટે જાણીતો છે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં ફાઈટ અને એક્શન ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં થાય છે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં કાર, બાઈક અને હેલિકોપ્ટરથી સ્ટાર્સ ફાઈટ કરતા હોય છે. કાર એકબીજા સાથે અથડાય છે, તૂટી જાય છે અને હીરો ક્યારેક તેની કાર પર ઊભા રહીને સ્ટંટ કરે છે. ફિલ્મના લૂક પરથી જ તમે જાણી શકો છો કે આ ફિલ્મ રોહિત શેટ્ટીએ બનાવી છે. આ સિવાય રોહિત શેટ્ટી ટીવી શો ખતરોં કે ખિલાડીમાં પણ ઘણા બધા સ્ટંટ કરે છે અને ખેલાડીઓને તે કરાવે છે.
રોહિત શેટ્ટી બોલિવૂડમાં તેની શાનદાર એક્શન અને કોમેડી ફિલ્મો માટે જાણીતો છે. પરંતુ વર્ષ 2022 રોહિત શેટ્ટી માટે કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ વર્ષ 2023માં રોહિત શેટ્ટી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ લઈને આવી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. હવે 2023માં રોહિત શેટ્ટી અને અજય દેવગનની સિંઘમ 3, સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સ, સૂર્યવંશી 2 અને ગોલમાલ 5 જેવી ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરશે.
Published On - 2:41 pm, Sat, 7 January 23