શું તમે આ દિગ્દર્શક-અભિનેતા ભાઈ-બહેનને ઓળખી શકશો? આ બાળક એક ખાસ કારણથી છે ચર્ચામાં

|

Feb 21, 2022 | 5:36 PM

અભિનેતા અને દિગ્દર્શકની આ જોડી બોલીવુડમાં રાજ કરી રહી છે. બંને પોતાની દરેક ફિલ્મ સાથે કમાલ કરતા રહે છે. બહેન જેટલી પ્રતિભાશાળી દિગ્દર્શક છે, ભાઈ પણ એટલો જ પ્રતિભાશાળી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને ગાયક છે. માત્ર 17 વર્ષની ઉંમરે આ બાળકે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાળક એક ખાસ કારણથી ચર્ચામાં છે.

શું તમે આ દિગ્દર્શક-અભિનેતા ભાઈ-બહેનને ઓળખી શકશો? આ બાળક એક ખાસ કારણથી છે ચર્ચામાં
farhan akhtar and zoya akhtar (Image-pintrest)

Follow us on

આ તસવીર જોઈને તમે ચોંકી જશો, પરંતુ આ તસવીરમાં દેખાતા માસૂમ બાળકો બંને જાણીતા અભિનેતા અને દિગ્દર્શક (Bollywood Actor and Director duo) છે. એમ કહેવું ખોટું નહીં હોય કે બંને બાળકો બોલીવુડના અત્યાર સુધીના સૌથી સફળ દિગ્દર્શકો અને અભિનેતાઓમાં સામેલ છે. બંનેની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની પાછળ એક ખાસ કારણ એ પણ છે કે તસવીરમાં હાજર આ બાળકે હાલમાં જ બીજી વાર લગ્ન કર્યા છે, તે પણ એકદમ અલગ અંદાજમાં.

અમે આશા રાખીએ છીએ કે હવે તમે આ સુપર ટેલેન્ટેડ ભાઈ-બહેનની જોડીને ઓળખી જ લીધી હશે. તેમના લગ્નની ખાસ વાત એ હતી કે તેઓએ હિંદુ કે મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન ન કરીને અલગ રીતે એકબીજાનો હાથ પકડ્યો છે. હવે આટલા બધા સંકેતો પછી તમે પણ ઓળખી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ.

જાણો સુપર ટેલેન્ટેડ ભાઈ-બહેનની જોડીને

આ બીજું કોઈ નહીં પણ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરની (Joya Akhtar) બાળપણની તસવીર છે. આ તસવીરમાં બંને તેમની માતા હની ઈરાની સાથે જોવા મળે છે. ફરહાન અને ઝોયાની આ તસવીર ખૂબ જ ક્યૂટ છે અને ફેન્સમાં શેર કરવામાં આવી રહી છે. હવે 19 ફેબ્રુઆરીએ ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે અને તે સતત સમાચારમાં છે. શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ફરહાન અખ્તરના ખાસ મિત્ર રિતિક રોશન અને તેના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન પણ લગ્નમાં સામેલ થયા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

લગ્નની વિધિ જાવેદ અખ્તર અને શબાના આઝમીના ફાર્મહાઉસમાં થઈ હતી. આ પહેલા ફરહાન અખ્તરે અધુના ભવાની સાથે લગ્ન કર્યા હતા. જે એક ફેમસ હેરસ્ટાઈલિસ્ટ છે. બંનેને બે પુત્રીઓ શકાયા અને અકીરા છે. ફરહાન અખ્તર પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર છે.

લગ્નમાં 50 લોકોએ હાજરી

શિબાની દાંડેકર (Shibani Dandekar) અને ફરહાન અખ્તરે, જાવેદ અખ્તર (Farhan Akhtar) અને શબાના આઝમીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. બંનેએ તેમના લગ્ન ખૂબ જ સાદગીથી કરવાનું નક્કી કર્યું હતું, તેથી તેઓએ તેને ખૂબ જ ખાનગી રાખ્યું હતું. લગ્નમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો સહિત લગભગ 50 લોકોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: Farhan Akhtar and Shibani Dandekar Wedding : ફરહાન-શિબાનીના આજે લગ્ન, મહેંદી-સંગીત સાથેનો Video Viral

આ પણ વાંચો: Farhan and Shibani Wedding: ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ભારતમાં નહીં, પરંતુ મોરેશિયસમાં લગ્ન કરશે, જાણો શું છે તેમનો પ્લાન

Next Article