Cute Viral Video: ભાઈ વિયાનને ઈજા થઈ ત્યારે બહેન સમિષાએ કર્યું આ કામ, ફેન્સે કર્યા વખાણ, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં સમિષા વિયાનની બાજુમાં બેઠી છે અને તેના હાથમાં રૂમાલ છે જેમાં બરફ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Cute Viral Video: ભાઈ વિયાનને ઈજા થઈ ત્યારે બહેન સમિષાએ કર્યું આ કામ, ફેન્સે કર્યા વખાણ, જુઓ વીડિયો
Shilpa Shetty shares kids cute video
| Edited By: | Updated on: Apr 11, 2023 | 5:33 PM

Cute Viral Video: શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તેના બંને બાળકો જોવા મળે છે. જેમાં તેની પુત્રી સમિષા તેના મોટા ભાઈનું ધ્યાન કેવી રીતે રાખે છે, તે જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી ક્યૂટ બોન્ડિંગ

આ વીડિયોમાં સમિષા વિયાનની બાજુમાં બેઠી છે અને તેના હાથમાં રૂમાલ છે જેમાં બરફ છે. જ્યારે રાજ દીકરીને પૂછે છે કે તે શું કરી રહી છે, તો સમિષાએ જવાબ આપ્યો, ‘મારા ભાઈને માથામાં વાગ્યું છે, હું તેના પર બરફ લગાવું છું’. વીડિયોમાં બંને ભાઈ-બહેનની ક્યૂટ બોન્ડિંગ જોવા મળી હતી.

અહીં જુઓ વીડિયો

ફેન્સે કર્યા વખાણ

સમિષાની ક્યુટનેસ જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘ભગવાન આ બંને પર પોતાના આશીર્વાદ આવા જ રાખે’. જ્યારે બીજા યુઝરે શિલ્પાને ટેગ કરીને લખ્યું કે, ‘આ ખૂબ કેયરિંગ છે.. લાગે છે કે તે તમારા કરતા મોટી છે.’ કદાચ હું પણ આટલી કેયરિંગ નથી.

આ પણ વાંચો : Viral Video: એક જ દિલ છે, કેટલી વાર જીતીશો! વ્હીલચેર પર બેઠેલા KKR ફેનને ખાસ અંદાજમાં મળ્યો શાહરુખ ખાન

આ ફિલ્મમાં જોવા મળશે શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં એક્શન રોલમાં જોવા મળશે. આ વેબ સિરીઝમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં છે. આ સિવાય શિલ્પાએ ‘કેડી – ધ ડેવિલ’ પણ સાઈન કરી છે, જેમાં તે સત્યવતીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ધ્રુવ સરજા, શિલ્પા શેટ્ટી, વી રવિચંદ્રન અને સંજય દત્ત પણ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…