બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનને જ્યારથી પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી છે, ત્યારથી દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. રવીનાએ આ સન્માન માટે સરકારનો પણ આભાર માન્યો હતો. એક્ટ્રેસને હિન્દી સિનેમામાં તેમના યોગદાન આપવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. રવીના છેલ્લા 32 વર્ષથી સતત ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. મોટા પડદાની સાથે સાથે રવીનાએ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી છે.
પદ્મશ્રી સમ્માન મળ્યા બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન રવીનાએ કહ્યું કે તેની પુત્રીએ આ એવોર્ડ ખૂબ જ સારી રીતે રાખ્યો છે. એક્ટ્રેસનું માનવું છે કે આ એક એવું અચિવમેન્ટ છે જેને સમગ્ર ગ્રુપ અને સમગ્ર નેશન ઓળખે છે. તે ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહી છે. એવોર્ડ લેવા રવીના જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે તે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે વાત કરતી જોવા મળી હતી. રવીના આ વિશે કહે છે કે આ એક ખૂબ જ શાનદાર પળ હતી.
રવીના ટંડનના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને કહ્યું કે તેઓએ તેમની તમામ ફિલ્મો જોઈ છે. રવીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસેથી એવોર્ડ મેળવીને ઘણી ખુશ હતી અને તેના પોતાના માટે સૌથી મોટું સન્માન પણ ગણાવ્યું હતું. એવોર્ડ સમારોહમાં રવીનાની સાથે તેના પતિ અનિલ થડાની, પુત્રી રાશા અને પુત્ર રણબીર પણ હાજર રહ્યા હતા. રવીનાએ કહ્યું, “જ્યારે મેં તે બધાને મારી સામે હસતા જોયા, ત્યારે તે પળ મારા મગજમાં કાયમ માટે છપાઈ ગઈ.
આ પણ વાંચો : Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી
રવીનાએ કહ્યું કે જ્યારે તમારો પરિવાર તમારી સફળતા પર ગર્વ અનુભવે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે. એક એક્ટ્રેસ હોવા સિવાય રવીના તેના ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા હ્યુમન રાઈટ્સ માટે પણ કામ કરી રહી છે જ્યાં તે એમ્બેસેડર તરીકે સેવા આપે છે. એક્ટ્રેસ તેના સામાજિક કાર્યો વિશે ઓછી વાત કરે છે. તે માને છે કે તેનો ઉપયોગ વગર કામની વાતો કરવા માટે ન થવો જોઈએ.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…