
બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. પ્રિયંકા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તે પોતાની ફિલ્મો અને સિરીઝથી દર્શકોને સતત ઈમ્પ્રેસ કરી રહી છે. હાલમાં જ તેના બે હોલીવુડ પ્રોજેક્ટ રિલીઝ થયા છે, જેને લઈને તે સતત ચર્ચામાં છે. હાલમાં જ પ્રિયંકાએ એક એવો ખુલાસો કર્યો છે જેણે બધાને હેરાન કરી દીધા છે.
પ્રિયંકા ચોપરાએ દાવો કર્યો છે કે જ્યારે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના કરિયરની શરૂઆત કરી રહી હતી ત્યારે એક ડિરેક્ટરે તેને ફિલ્મના સેટ પર અસહજ કરી હતી. દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તેને ડિરેક્ટરના એક્શનથી એટલું અપમાન લાગ્યું હતું કે તે ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ. પ્રિયંકા ચોપરાના કહેવા પ્રમાણે સ્ટ્રાઈપિંગ સીન શૂટ કરતી વખતે ડિરેક્ટર તેને “અંડરવેર”માં જોવા માંગતો હતો.
હાલમાં જ પ્રિયંકાએ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે તેને એક પાત્ર ભજવવાનું હતું જે અન્ડરકવર થઈ જાય છે. પ્રિયંકા ચોપરાના કહેવા મુજબ આ સ્ટોરી 2002 કે 2003ની આસપાસની છે. તે અન્ડરકવર હતી અને એક છોકરાને ફસાવી રહી હતી. તેણે કહ્યું કે જ્યારે છોકરીઓ અન્ડરકવર હોય છે ત્યારે તેણે પણ આવું જ કરવું પડે છે. પરંતુ ત્યાં હાજર ડિરેક્ટરે કહ્યું કે તેને તેના અન્ડરવેર જોવાની જરૂર છે. નહીં તો આ ફિલ્મ જોવા કોઈ કેમ આવે?
આ પણ વાંચો : જાન્હવી કપૂરના હાથમાં એરપોર્ટ પર જોવા મળ્યું ઓશીકું! યુઝર્સે પૂછ્યાં ફની સવાલો, જુઓ Viral Video
પરંતુ પ્રિયંકાએ પણ સ્પષ્ટ કહ્યું કે આ વાત ડિરેક્ટરે તેને નહીં પરંતુ તેની સામે હાજર તેના સ્ટાઈલિશને કહી હતી. તે ક્ષણ તેના માટે અમાનવીય હતી. પછી એક્ટ્રેસને સમજાયું કે તેના ટેલેન્ટથી કોઈ ફરક પડતો નથી. બે દિવસ પછી પ્રિયંકા ચોપરાએ પોતે જ તે ફિલ્મ છોડી દીધી. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ પ્રિયંકા ચોપરાએ બોલિવુડને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા. જે ચર્ચાનો વિષય બન્યો હતા.