Parineeti Raghav Engagement: આવી ગઈ તારીખ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ દિવસે કરશે સગાઈ

Parineeti Raghav Engagement Date: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા જ્યારથી એકસાથે દેખાવા લાગ્યા ત્યારથી તેમના લગ્ન અને સગાઈના સમાચાર આવવા લાગ્યા છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને આ મહિને સગાઈ કરશે.

Parineeti Raghav Engagement: આવી ગઈ તારીખ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ દિવસે કરશે સગાઈ
Parineeti Raghav Engagement
| Edited By: | Updated on: May 02, 2023 | 4:41 PM

Parineeti Chopra Raghav Chadha Engagement Date: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. ઘણી વખત બંનેની સગાઈના રિપોર્ટ પણ આવ્યા હતા, પરંતુ આ તમામ તારીખો ખોટી સાબિત થઈ હતી. પરંતુ હવે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીતી અને રાઘવ આ મહિને સગાઈ કરવા જઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ 13 મેના રોજ નવી દિલ્હીમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એકબીજા સાથે સગાઈ કરશે. આ સમાચાર સામે આવવાથી પરિણીતીના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. પરિણીતી ચોપરા કે રાઘવ ચઢ્ઢા તરફથી સગાઈના આ સમાચારો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

મુંબઈમાં જોવા મળ્યા હતા સાથે

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા થોડા સમય પહેલા મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા અને તેમના ડેટિંગના સમાચારો આવવા લાગ્યા હતા. થોડા જ સમયમાં બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરિણીતી પણ રાઘવને મળવા દિલ્હી આવી હતી. રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા પરંતુ પરિણીતીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જો કે દર વખતે તેની સ્માઈલ પરથી અનેક અટકળો લગાવવામાં આવતી હતી.

આપ નેતાએ પાઠવ્યા હતા અભિનંદન

માર્ચમાં જ્યારે પરિણીતી અને રાઘવના ડેટિંગના સમાચાર ચાલી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ ટ્વિટ કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. સંજીવ અરોરાએ પરિણીતી અને રાઘવને ટ્વિટર પર સાથે રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ફિલ્મ કોડ નેમઃ તિરંગામાં સાથે કામ કરી ચૂકેલા એક્ટર અને સિંગર હાર્ડી સંધુએ પણ તેમના ડેટિંગના સમાચારને કન્ફર્મ કર્યા છે.

આ પણ વાંચો : Viral Video: ‘શાદી કબ હૈ, હમ કુર્તા સિલવા લેતે હૈ’ પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો આ સવાલ, એક્ટ્રેસે કહ્યું- તમે લોકો પાગલ થઈ ગયા છો

પરિણીતી ચોપરાની ફિલ્મી કરિયરની વાત કરીયે તો તેણે રણવીર સિંહ સાથે ફિલ્મ લેડીઝ વર્સેસ રિકી બહેલથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેની અપકમિંગ ફિલ્મ ચમકીલા છે, જેમાં તે દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…