નેપાળમાં થયો તખ્તાપલટ, બોલિવુડની આ અભિનેત્રીના દાદા હતા નેપાળના પહેલા વડાપ્રધાન

બોલિવુડ અભિનેત્રીએ 3 મહિના પહેલા નેપાળમાં ફાટી નીકળેલી ક્રાંતિના સંકેતો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે,આ અભિનેત્રીના દાદા નેપાળના પહેલા વડાપ્રધાન હતા. તો ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રી

નેપાળમાં થયો તખ્તાપલટ, બોલિવુડની આ અભિનેત્રીના દાદા હતા નેપાળના પહેલા વડાપ્રધાન
| Updated on: Sep 11, 2025 | 1:38 PM

નેપાળમાં છેલ્લા થોડા દિવસ લોકોનો આક્રમક વિરોધ જોવા મળ્યો હતો. નેપાળમાં સરકાર વિરુદ્ધ શરુ થયેલા આ વિરોધ પ્રદર્શન એટલી હદે આગળ વધ્યું કે, નેપાળના વડાપ્રધાન ઓલીને પણ રાજીનામું આપવું પડ્યું છે. જેમાં અનેક લોકોના મૃત્યું પણ થયા છે.બોલિવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા પણ નેપાળમાંથી આવે છે. મનીષા કોઈરાલા, જે પોતે પણ નેપાળની છે, તે વિરોધીઓના સમર્થનમાં ખુલ્લેઆમ બોલી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે મનીષાના દાદા નેપાળના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

દાદા-પિતા રાજકારણી

મનીષા કોઈરાલા રાજકારણના પરિવારમાંથી આવે છે.મનીષા કોઈરાલાનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ થયો છે.મનીષા કોઈરાલાના દાદા બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા 1950ના દશકાની શરુઆતથી 1960ના અંત સુધી નેપાળના વડાપ્રધાન હતા.આ ઉપરાંત, તેમના બે પરદાદા ગિરિજા પ્રસાદ કોઈરાલા અને માતૃકા પ્રસાદ કોઈરાલા પણ નેપાળના વડા પ્રધાન હતા. અભિનેત્રીના પિતા પ્રકાશ કોઈરાલા પોલિટિશયન છે અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પણ છે. તેની માતા ગૃહિણી અને ભાઈ-બહેન સ્ટાર છે.

 

 

તમને જણાવી દઈએ કે, મનીષા કોઈરાલા ભલે બોલિવૂડમાં કામ કરે પરંતુ તે નેપાળમાં રાજકીય ઉથલપાથલથી દૂર રહેતી નથી. નેપાળમાં હિંસા અને વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા બાદ મનીષાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. મનીષાએ લોહીથી રંગાયેલા જૂતાનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘આજે નેપાળ માટે કાળો દિવસ છે. જ્યારે ભ્રષ્ટાચાર અને ન્યાય સામે અવાજ ઉઠાવનારા લોકોના અવાજના બદલામાં ગોળીઓ ચલાવવામાં આવે છે.’ આ પોસ્ટ પર ચાહકોએ તેમને સાંત્વના પણ આપી હતી.

પાડોશી દેશ નેપાળમાં સત્તા બદલાઈ ગઈ છે. યુવાનોના વિરોધ પ્રદર્શન સામે કેપી શર્મા ઓલીને ઝૂકવું પડ્યું. હવે સુશીલા કાર્કીને કમાન સોંપવાની છે. તેઓ વચગાળાના વડા પ્રધાન બનશે.

દાદા પીએમ રહી ચૂક્યા છે, પિતા મંત્રી, રાજકીય પરિવારમાંથી આવે છે મનીષા કોઈરાલા અહી ક્લિક કરો

Follow Us