
Kriti Sanon Viral Video: કૃતિ સેનને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પોતાની ફિલ્મ સિવાય આ દરમિયાન એક્ટ્રેસે કંઈક એવું કર્યું છે જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. કૃતિએ હાલમાં જ ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી છે. આ પહેલા પણ આવા ઘણા સ્ટાર્સ આવું કરી ચૂક્યા છે જેમણે આ રીતે મુસાફરી કરી છે.
વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૃતિ કેવી રીતે ટ્રાવેલ કરી રહી છે. પરંતુ એક્ટ્રેસે તેના ફેસ પર માસ્ક લગાવ્યું છે. પરંતુ, આ સ્ટાઈલથી એક્ટ્રેસે ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે.
કૃતિની આ સ્ટાઈલની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. વિરલ ભાયાણીએ કૃતિની બીજી પોસ્ટ શેર કરી છે. જેમાં તે વિન્ડો સીટ પર બેઠી છે. આ દરમિયાન એક્ટ્રેસના ચહેરા પર કોઈ માસ્ક નથી. આ સિવાય તે તેના એક નાની બાળકી સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video: રણબીર કપૂરે ઉપાડવા પડ્યા આલિયાના ચપ્પલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
કૃતિ સેનન પહેલા અન્ય બોલિવુડ સ્ટાર્સ છે જે આ રીતે મુસાફરી કરીને લાઈમલાઈટમાં આવ્યા છે. આ પહેલા દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યન પણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી ચૂક્યા છે. જ્યાં કેટલાક લોકો કૃતિના વખાણના કરી રહ્યા છે. તો આ વીડિયો જોઈને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કૃતિ તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ આદિપુરુષનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…