આલિયાની જેમ પ્રેગ્નન્ટ છે કિયારા અડવાણી? આ વીડિયો જોઈને ફેન્સ લગાવી રહ્યા છે અનુમાન

|

Feb 10, 2023 | 9:50 PM

કિયારા અડવાણીએ શેરશાહના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Kiara Wedding) સાથે લગ્ન કરીને તેના રિલેશનશિપની શરૂઆત કરી છે અને ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. આ સિવાય કિયારાનો એક વીડિયો જોયા બાદ ફેન્સ તેની પ્રેગ્નન્સીને લઈને અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે.

આલિયાની જેમ પ્રેગ્નન્ટ છે કિયારા અડવાણી? આ વીડિયો જોઈને ફેન્સ લગાવી રહ્યા છે અનુમાન
Sidharth Kiara Wedding
Image Credit source: Instagram

Follow us on

Kiara Advani Pregnancy Rumours: બોલિવૂડની ગોર્જિયસ ગર્લ કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. એક્ટ્રેસે શેરશાહના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા છે. કપલના આ ગ્રાન્ડ લગ્ન ચર્ચામાં હતા અને આ દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સિવાય લગ્ન બાદ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિયારા અડવાણી લગ્ન બાદ પહેલીવાર સિંદૂર લગાવેલી જોવા મળી હતી. જ્યાં એક તરફ લોકો તેના લુકના વખાણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાક લોકોને એક્ટ્રેસ પ્રેગ્નન્ટ હોવાની પણ શંકા છે.

વીરલ ભાયાણીએ કિયારા-સિદ્ધાર્થનો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ કારમાંથી બહાર નીકળીને મીડિયાના લોકોને મળી રહ્યા છે. આ દરમિયાન કિયારાની બોડી લેંગ્વેજ પર કેટલાક લોકોએ ધ્યાન આપ્યું અને તેની સીધી સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી. લોકોને આ વાતની શંકા છે કે કિયારા અડવાણી વારંવાર પોતાનું પેટ સ્કાર્ફ વડે કેમ છુપાવી રહી છે. ઘણા ફેન્સે આ વિશે પ્રતિક્રિયા આપી છે. લોકો માને છે કે આલિયાની જેમ કિયારા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હોય શકે છે.

Alien Temple : ભારતમાં અહીં બન્યું છે એલિયનનું મંદિર ! ભગવાનની જેમ રોજ થાય છે પૂજા
આ દેશોમાં Work Visa વગર પણ મળી જશે મોટા પગારવાળી નોકરી ! આ જાણી લેજો
દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું- કિયારા પ્રેગ્નન્ટ છે, તમે લખીને લઈ લો. આ સિવાય અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- કિયારા કેમ આખો સમય સ્કાર્ફ પહેરે છે અને તેનું પેટ કેમ ઢાંકે છે. આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, કોઈપણ રીતે કપલને ખૂબ ખૂબ અભિનંદન. અન્ય એક યુઝરે લખ્યું- આલિયા ભટ્ટની જેમ કિયારા પણ ટૂંક સમયમાં પ્રેગ્નન્ટ થશે.

આ સિવાય અન્ય એક યુઝરે શંકા વ્યક્ત કરતા કહ્યું – કિયારા જે રીતે પેટ ઢાંકી રહી છે તેના પર મને શંકા થઈ રહી છે. જ્યાં એક તરફ કેટલાક ફેન્સનું એવું માનવું છે તો બીજી તરફ કેટલાક આ કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો : અમૃતા રાવની રોમેન્ટિક લવસ્ટોરીને રણવીરે કરી લોન્ચ, દીપિકાને કિસ કરતો Photo Viral

લગ્ન બાદ થશે ગ્રાન્ડ રિસેપ્શન

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. ત્રણ દિવસ સુધી લગ્નની વિધિઓ ચાલી હતી અને હવે આ લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. આ સિવાય આ કપલ હવે મુંબઈમાં લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આવશે તેવી શક્યતા છે.

Next Article