Kangana Ranaut Video : બે વર્ષ પછી જીમમાં પરત ફરી કંગના રનૌત, કર્યું ‘ધાકડ’ વર્કઆઉટ, અનુપમ ખેરે કહ્યું- ‘તમે ડરાવી રહ્યા છો’

|

Jun 14, 2023 | 6:57 PM

Kangana Ranaut Workout Video: કંગના રનૌતનો (Kangana Ranaut) એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જીમમાં જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળે છે.

Kangana Ranaut Video : બે વર્ષ પછી જીમમાં પરત ફરી કંગના રનૌત, કર્યું ધાકડ વર્કઆઉટ, અનુપમ ખેરે કહ્યું- તમે ડરાવી રહ્યા છો
Kangana Ranaut
Image Credit source: Social Media

Follow us on

Kangana Ranaut Workout Video: બોલિવુડની બેબાક ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) લાંબા સમયથી તેની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’માં બિઝી છે. આ દરમિયાન એક્ટ્રેસે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના રનૌત બે વર્ષ બાદ જીમમાં ખૂબ પરસેવો પાડતી જોવા મળી રહી છે. તેના ફેન્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

બે વર્ષ પછી જીમમાં પાછી ફરી કંગના

કંગના રનૌતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે ધાકડ લુકમાં જીમમાં વર્કઆઉટ કરી રહી છે. આ વીડિયો શેર કરતાં કંગના રનૌતે લખ્યું છે કે ‘શ્રીમતી ગાંધીનો રોલ કરવા માટે મારી કસરતથી બે વર્ષ દૂર હતી, પરંતુ હવે હું મારી ફિટનેસ રૂટીનમાં પરત ફરી છું, અપકમિંગ એક્શન ફિલ્મ માટે શાનદાર ટ્રાન્સફોર્મેશની રાહ જોઈ રહી છું..’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અહીં જુઓ વાયરલ વીડિયો

અનુપમ ખેરે કંગનાના વીડિયો પર કહી આ વાત

આ વીડિયોમાં કંગના જમ્પિંગ જેક, માઉન્ટેન ક્લાઈમ્બિંગ, રોપ સ્કિપિંગ અને સ્પોટ જોગિંગ જેવી અઘરી એક્સરસાઈઝ કરી રહી છે. તેણે બ્લેક જીમ વિયર કૈરી કર્યા છે. એક્ટ્રેસના આ વીડિયો પર માત્ર તેના ફેન્સ જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ કોમેન્ટમાં તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પર દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પણ કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો : Karan Deol Pre Wedding Videos : સની દેઓલે પાપારાઝીને ઓફર કર્યો ‘દારૂ’, જોરદાર કર્યો ડાન્સ, કરણે સાથે કાપી કેક

આ ફિલ્મમાં જોવા મળશે કંગના રનૌત

અનુપમ ખેરે કંગનાના આ શાનદાર વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘આપ તો ડરા રહે હો જી…જય હો.’ તમને જણાવી દઈએ કે કંગના રનૌતે થોડા સમય પહેલા જ તેની ફિલ્મ ‘ઈમરજન્સી’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કરી રહી છે. તેના ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article