The Trial: આ કારણે સોશિયલ મીડિયાથી કાજોલે લીધો બ્રેક, એક્ટ્રેસે વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’ની કરી જાહેરાત

|

Jun 09, 2023 | 8:12 PM

Kajol Debut Web Series Release: કાજોલે (Kajol) પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર કરી હતી, ત્યારે તેની અપકમિંગ વેબ સીરીઝ વિશેની ડિટેલ્સ સામે આવી છે. ડિઝની પ્લસ હોટસ્ટારે લેટેસ્ટ પોસ્ટમાં જણાવ્યું છે કે કાજોલની ડેબ્યુ વેબ સિરીઝનું ટ્રેલર કયા દિવસે રિલીઝ થશે.

The Trial: આ કારણે સોશિયલ મીડિયાથી કાજોલે લીધો બ્રેક, એક્ટ્રેસે વેબ સિરીઝ ધ ટ્રાયલની કરી જાહેરાત
Kajol
Image Credit source: Social Media

Follow us on

The Trial Trailer Release Date: બોલિવુડ એક્ટ્રેસ કાજોલે (Kajol) અચાનક સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની વાત કરી અને આ કારણે એક્ટ્રેસ ચર્ચામાં છે. ફેન્સ અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કાજોલે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કેમ લીધો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાત કરી, જ્યારે તેની અપકમિંગ વેબ સિરીઝ વિશે વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે કાજોલની ડેબ્યુ વેબ સિરીઝ કયા દિવસે રિલીઝ થશે.

ડિઝની પ્લસ હોટસ્ટારે એક્ટ્રેસ કાજોલની અપકમિંગ વેબ સિરીઝ ધ ટ્રાયલનું મોશન પોસ્ટર શેર કર્યું છે. આમાં કાજોલ એક લેડી વકીલના ગેટઅપમાં જોવા મળી રહી છે. આ પેહલા એક્ટ્રેસની આ વેબ સિરીઝનું નામ ધ ગુડ વાઈફ હતું, જે હવે બદલીને ધ ટ્રાયલ કરવામાં આવ્યું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યુંછે કે જેટલી વધુ મુશ્કેલ તમારી ટ્રાયલ હોય છે, તેટલી જ મજબૂતીથી તમે વાપસી કરો છો. મારા કોર્ટરૂમ ડ્રામા ધ ટ્રાયલ – પ્યાર કાનૂન ધોખાનું ટ્રેલર જુઓ 12મી જૂને #TheTrialOnHotstar. એક્ટ્રેસના ફેન્સ તેના સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી થોડા નિરાશ થયા હતા, પરંતુ કાજોલે આ સારા સમાચાર આપીને તેમની નિરાશા દૂર કરી દીધી છે.

આ પણ વાંચો : Viral Video : કૃતિ સેનનની કમર પર હાથ મૂકતા અચકાયો પ્રભાસ, ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનો વીડિયો થયો વાયરલ, જીત્યું ફેન્સનું દિલ

ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

આ મોશન પોસ્ટર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે કોર્ટરૂમ ડ્રામા અને કાજોલ, શું કોમ્બિનેશન છે. જરુર જોવો. અન્ય એક યુઝરે લખ્યું છે કે કાજોલ રોક્ડ, પબ્લિક શોક્ડ. એક યુઝરે કહ્યું- પ્રમોશનનો આ ઓપ્શન ખરાબ લાગે છે. તમને જણાવી દઈએ કે ફેન્સ કાજોલને સોશિયલ મીડિયાથી બ્રેક લેતા જોઈ રહ્યા છે, કારણ કે જ્યારે કાજોલે બ્રેક લીધો ત્યારે તેણે ટ્રાયલનો ઉલ્લેખ કર્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટ્રાયલનું ટ્રેલર ફેન્સને કેટલું પસંદ આવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article