Ileana D’Cruz: બોલિવુડ એક્ટ્રેસ ઈલિયાના ડી’ક્રુઝ (Ileana D’Cruz) પોતાની પ્રેગ્નન્સીને લઈને સતત ચર્ચામાં રહે છે. ઈલિયાના આ ફેઝને ખૂબ એન્જોય કરી રહી છે અને તેની શેર કરેલી પોસ્ટ પરથી તેનો અંદાજ લગાવી શકાય છે. ઈલિયાના તેના બાળક માટે ખૂબ જ એક્સાઈટેડ છે. લગ્ન વિના તેનું માતા બનવું ફેન્સ માટે ખૂબ જ હેરાન કરનારા સમાચાર હતા. પરંતુ તેની અગાઉની ઘણી પોસ્ટ્સમાં ઈલિયાનાએ તેના બોયફ્રેન્ડની ઝલક બતાવી છે.
ઈલિયાનાએ તેની નવી પોસ્ટમાં ફરી એકવાર તેના બોયફ્રેન્ડની એક ઝલક બતાવી છે. એક્ટ્રેસે તેના મેનની એક તસવીર શેર કરી છે જે તેના પેટ ડોગ સાથે રમવામાં બિઝી જોવા મળે છે. ઈલિયાનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, પપી લવ. તમે તસવીરમાં જોઈ શકો છો કે ઈલિયાનાના બોયફ્રેન્ડનો ફેસ સંપૂર્ણપણે જોવા મળી રહ્યો નથી. વાસ્તવમાં તે ડોગને કિસ કરી રહ્યો છે. પરંતુ એક્ટ્રેસ પોતે પણ તેના ભાવિ બાળકના પિતાનો ફેસ દરેકથી છુપાવવા માંગે છે.
(PC: Ileana D’Cruz Instagram)
એક બીજી તસવીરમાં ઈલિયાના સફેદ ટ્રેકસૂટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના બેબી બમ્પ સિવાય ઈલિયાનાએ તેના રસોડામાં કરેલી ભૂલને પણ હાઈલાઈટ કરી રહી છે. આ તસવીર શેર કરતી વખતે ઈલિયાનાએ લખ્યું છે કે ટામેટો સોસ બનાવતી વખતે વ્હાઈટ કલરનો પાયજામા પહેરીને ઓવર કોન્ફિડન્સ ન બનો. એક્ટ્રેસના કપડાં ટામેટો સોસથી ગંદા થઈ ગયા છે.
(PC: Ileana D’Cruz Instagram)
આ પણ વાંચો: Jee Le Zaraa: ‘જી લે ઝરા’માંથી બહાર થઈ પ્રિયંકા ચોપરા? આલિયા-કેટરિના સાથે કામ કરશે આ એક્ટ્રેસ
ઈલિયાના ડી’ક્રૂઝે જૂનના છેલ્લા અઠવાડિયામાં આસ્ક મી એનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન ઈલિયાનાએ તેની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી કેટલીક જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. ઈલિયાનાના એક ફેને ઈલિયાનાને પ્રેગ્નન્સી દરમિયાન વધતા વજન વિશે તેના વિચારો શેર કરવા કહ્યું અને પૂછ્યું કે શું તે વધતા વજનથી હેરાન થઈ રહ્યા છો. આ સવાલનો જવાબ આપતા એક્ટ્રેસે લખ્યું કે તેના મતે આવું માત્ર એટલા માટે થાય છે કારણ કે લોકો બાળકના જન્મ સમયે વજન પર લોકો કોમેન્ટ કરે છે. પછી ડોકટરો પણ દર વખતે તમારું વજન ચેક કરે છે. તો આ બધું તમારા મનમાં જ રહે છે.