
આજકાલ 22 જાન્યુઆરી દરેક દેશવાસીના હોઠ પર છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ માટેની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી છે અને તેનું આયોજન ખૂબ જ ભવ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માટે ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે એક્ટ્રેસ હેમા માલિનીએ પણ એક વીડિયો દ્વારા કહ્યું છે કે તેઓ પણ આ ખાસ અવસર પર અયોધ્યામાં હશે અને પરફોર્મ પણ કરશે. હેમા માલિનીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.
હેમા માલિનીએ આ પ્રસંગે કહ્યું કે હું પહેલીવાર અયોધ્યા આવી રહી છું જ્યાં લોકો ઘણા વર્ષોથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા હતા. 17 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે હું અયોધ્યા ધામમાં રામાયણ પર ડાન્સ ડ્રામા પરફોર્મ કરીશ. એક્ટ્રેસની ઉંમર 75 વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ તેણે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસની ખાસ વાત એ છે કે તે પોતાની ફિટનેસનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.
#WATCH | BJP leader Hema Malini says, “…I am coming to Ayodhya for the first time at the time of the ‘pranpratishtha’ of Ram Temple for which people were waiting for years…On January 17, I’ll be presenting a dance drama based on Ramayana in Ayodhya Dham…”
(Source: Hema… pic.twitter.com/TjY34WTFNO
— ANI (@ANI) January 14, 2024
હેમા માલિની એક્ટ્રેસ બનતા પહેલા એક પ્રોફેશનલ ડાન્સર હતી અને ડાન્સની યોગ્ય ટ્રેનિંગ પણ લીધી હતી. એટલું જ નહીં તેની બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ ડાન્સ કરવાનું જાણે છે. જ્યાં એક તરફ હેમા માલિનીએ ભરતનાટ્યમ શીખ્યા છે, તો તેની દીકરીઓ ઓડિસી નૃત્ય શીખી છે. ખજુરાહો ફિલ્મ ફેસ્ટિવલમાં હેમા માલિનીએ તેની દીકરીઓ સાથે પરફોર્મ કર્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બનવા માટે ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓને ઈનવાટ કરવામાં આવ્યા છે. તેમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતનું નામ પણ સામેલ છે. આ સિવાય હેમા માલિની, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, નીતિશ ભારદ્વાજ, દીપિકા ચિખલિયા, કંગના રનૌત, મધુર ભંડારકર અને પ્રસૂન જોશી પણ આ ખાસ અવસર પર હાજર છે.
આ પણ વાંચો: ફાઈટર ટ્રેલર: ઋતિક રોશન-દીપિકા પાદુકોણે દરેક ફ્રેમ પર લખ્યું છે સુપરહિટ! જુઓ વીડિયો