Viral Video : દુબઈમાં દિશા પટની ફેન્સના ટોળા વચ્ચે ફસાઈ, જાણો પછી શું થયું

વાયરલ વીડિયોમાં દિશા પટની (Disha Patani) ફેન્સથી ઘેરાયેલી જોઈ શકાય છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પોતાની ફેવરિટ એક્ટ્રેસની એક ઝલક જોવા માટે રાહ જોતા જોવા મળે છે.

Viral Video : દુબઈમાં દિશા પટની ફેન્સના ટોળા વચ્ચે ફસાઈ, જાણો પછી શું થયું
Disha Patani
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 13, 2023 | 6:40 PM

Dubai: બોલિવુડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) પોતાની સુંદરતાથી લાખો દિલો પર રાજ કરે છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે. હાલમાં જ દિશા એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે દુબઈ પહોંચી હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ફેન્સની ભીડથી ઘેરાયેલી જોવા મળે છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

ભીડથી ઘેરાયેલી જોવા મળી દિશા

વાયરલ વીડિયોમાં દિશા ફેન્સથી ઘેરાયેલી જોવા મળે છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પોતાની ફેવરિટ એક્ટ્રેસની એક ઝલક જોવા માટે રાહ જોતા જોઈ શકાય છે. માત્ર થોડીક સેકન્ડના વીડિયોમાં મોટાભાગના ફેન્સ તેની સાથે સેલ્ફી લેતાં જોવા મળે છે. એક્ટ્રેસ પણ ફેન્સને ખૂબ જ આનંદ સાથે શુભેચ્છા પાઠવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દિશા આજે એટલે કે 13 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

એક્ટ્રેસ દિશા સુંદર સિલ્વર કલરના ડ્રેસમાં મળી જોવા

દિશાની ચારે બાજુ સિક્યોરિટી છે જેઓ તેને વેન્યૂ તરફ લઈ જાય છે. તે જ્યાં પહોંચી હતી તે જગ્યા ભીડને કારણે સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. આ દરમિયાન એક્ટ્રેસ સુંદર સિલ્વર રંગનો ડ્રેસ પહેર્યો છે.

આ પણ વાંચો:  Archies Movie: ‘ધ આર્ચીઝ’ના નવા પોસ્ટરમાં સુહાના અને ખુશીનો બદલાયો લુક, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય લાગે છે ક્યૂટ

આ ફિલ્મોમાં જોવા મળશે દિશા

દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તે છેલ્લે અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા સાથે ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘યોદ્ધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય તે સાઉથના ઘણા મોટા પ્રોજેક્ટનો પણ ભાગ છે. દિશાએ સુરૈયા સાથે તેની પહેલી તમિલ ફિલ્મ ‘કંગુવા’ પણ સાઈન કરી છે. આ સિવાય તે પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ છે. તેને 2024માં રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો