ઓસ્કાર માટે તૈયાર થતાં પહેલા દીપિકા પાદુકોણે કરી હતી જોરદાર મહેનત, ટ્રેનરે શેયર કર્યો Video

દીપિકા પાદુકોણે (Deepika Padukone) ઓસ્કાર 2023માં જતા પહેલા ખૂબ જ વર્કઆઉટ કર્યું હતું. જેનો એક વીડિયો તેના ટ્રેનરે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્કાર માટે તૈયાર થતાં પહેલા દીપિકા પાદુકોણે કરી હતી જોરદાર મહેનત, ટ્રેનરે શેયર કર્યો Video
Deepika Padukone
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:29 PM

ઓસ્કાર 2023માં પ્રેઝેન્ટર બનીને દીપિકા પાદુકોણે ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. એક્ટ્રેસ ઓસ્કારમાં બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાએ પોતાના દેખાવને પરફેક્ટ અને ગ્લેમરસ બનાવવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યો છે. તેનો એક વીડિયો તેના ટ્રેનરે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.

ટ્રેનરે શેયર કર્યો દીપિકાનો વર્કઆઉટ વીડિયો

દીપિકાના વર્કઆઉટનો આ વીડિયો એક્ટ્રેસને ફિટનેસ ટ્રેનિંગ આપતી યાસ્મીન કરાચીવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા યાસ્મીને લખ્યું, ‘ઓસ્કાર કે પહલે વર્કઆઉટ તો બનતા હૈ ના? ઓસ્કાર માટે તૈયારી કરતા પહેલા લોસ એન્જલસમાં દીપિકા પાદુકોણની સવારે 6:30 વાગ્યે વર્કઆઉટની ઝલક શેયર કરી રહી છે. તેની ખૂબસૂરતીનું રહસ્ય અનુશાસન અને ડેડિકેશન છે.. શું તમે સંમત નથી? તેને ઓસ્કાર માટે ટ્રેનિંગ આપવી તે એક અદ્ભુત સફર હતી. શું તમે દીપિકાના વર્કઆઉટના વધુ વીડિયો જોવા માંગો છો?’

વાયરલ થયો દીપિકાનો આ વીડિયો

દીપિકા પાદુકોણનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ પરફેક્ટ દેખાવા માટે ઘણી મહેનત કરી રહી છે. આ વીડિયોમાં તે બ્લેક ટ્રેક પેન્ટ અને વ્હાઈટ ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના ફેન્સની કોઈ કમી નથી. એક્ટ્રેસની પોપ્યુલારિટી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 72.6 મિલિયન ફોલોઅર્સ છે. તે એક ફિલ્મ માટે ભારે ભરખમ ફી વસૂલે છે.

આ પણ વાંચો : Oscars 2023: 13 ફિલ્મોએ જીત્યો ઓસ્કાર, આ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો આ ફિલ્મો

તમને જણાવી દઈએ કે દીપિકા ઓસ્કાર પ્રેઝેન્ટર બની ત્યારે માત્ર બોલિવૂડ સેલેબ્સ જ નહીં પરંતુ તેના ફેન્સ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જેઓ એક્ટ્રેસને સોશિયલ મીડિયા દ્વારા સતત અભિનંદન પાઠવી રહ્યા છે. આ સાથે તેના ઓસ્કાર લુકના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વખતે ભારતે ઓસ્કારમાં ઘણા એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. સાઉથની ફિલ્મ ‘આરઆરઆર’ના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ઓસ્કાર પણ મળ્યો છે. જેની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે.