દીપિકા પાદુકોણે કારમાં રણવીર સિંહ સાથે કર્યો જોરદાર ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Jul 30, 2023 | 9:54 PM

બોલિવુડના મોસ્ટ બ્યુટિફુલ કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કપલ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના ગીત ઝુમકા પર એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં દીપિકા અને રણવીરની મજેદાર કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે.

દીપિકા પાદુકોણે કારમાં રણવીર સિંહ સાથે કર્યો જોરદાર ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Deepika Padukone - Ranveer Singh

Follow us on

રણવીર સિંહ (Ranveer Singh) જે રીતે તેની લેડી લવ દીપિકા પાદુકોણને (Deepika Padukone) તેનો લકી ચાર્મ કહીને તેના પર પ્રેમ વરસાવે છે, અથવા દીપિકા તેના પતિને જે રીતે સપોર્ટ કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. હાલમાં જ દીપિકા પણ તેના પતિ રણવીર સિંહની ફિલ્મની સફળતાની ઉજવણી કરતી જોવા મળી હતી.

રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને લઈને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. દીપિકાને પણ રણવીરની આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી, જેનો ખુલાસો ખુદ એક્ટરે કર્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રણવીર અને દીપિકાનો ફની વીડિયો

રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની પત્ની દીપિકા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. દીપિકા અને રણવીર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘ઝુમકા’ પર હૂક-સ્ટેપ કરતા જોવા મળે છે. અંતમાં દીપિકાએ ફિલ્મમાંથી રણવીરનો એક ડાયલોગ પણ બોલ્યો અને કહ્યું કે તેના પતિથી વધુ સારું બીજું કોઈ કરી શકે નહીં.

(Vc: Ranveer Singh Instagram)

દીપિકાને ગમી રણવીરની ફિલ્મ

આ વીડિયો સાથે રણવીરે ખુલાસો કર્યો છે કે તેની પત્ની દીપિકાને તેની ફિલ્મ કેવી લાગી. રણવીરે હેશટેગ સાથે કેપ્શનમાં લખ્યું ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની.’

દીપિકાએ તેના પતિ સાથે જોઈ ફિલ્મ

તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે લેટ નાઈટ થિયેટરમાં ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ જોવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેને રણવીરનું જેકેટ પહેર્યું હતું અને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

આ પણ વાંચો : Sonu Sood Birthday: ચાલુ વરસાદમાં સોનુ સૂદે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, એક્ટર પર વરસ્યા ફૂલો, જુઓ Video

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીએ બોક્સ ઓફિસ કરી જોરદાર કમાણી

28 જુલાઈ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી કરણ જોહર દ્વારા નિર્દેશિત ફેમિલી ડ્રામા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બોક્સ ઓફિસ પર શરૂઆતનો દિવસ સારો રહ્યો હતો. પહેલા દિવસે ફિલ્મે 11.10 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે ફિલ્મે 16.05 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બે દિવસમાં 27.15 કરોડનો બિઝનેસ કર્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article