વિકી કૌશલને જોઈને ફેન થઈ ગયા પાગલ, કહ્યું- કેટરિના આ જન્મમાં તમારી છે પણ તમે દરેક જન્મમાં મારા છો, જુઓ Video

|

May 21, 2023 | 3:55 PM

Zara Hatke Zara Bachke: વિકી કૌશલ (Vicky Kaushal) તેની અપકમિંગ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેના પ્રમોશન સારા અલી ખાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વ્યસ્ત હોવાથી એકલો કરે છે. હાલની એક ઈવેન્ટ દરમિયાન વિકી તેની એક ફેનને મળે છે જે તેના પ્રેમમાં પાગલ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિકી કૌશલને જોઈને ફેન થઈ ગયા પાગલ, કહ્યું- કેટરિના આ જન્મમાં તમારી છે પણ તમે દરેક જન્મમાં મારા છો, જુઓ Video
Vicky Kaushal

Follow us on

વિકી કૌશલ અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે (Zara Hatke Zara Bachke) રિલીઝ માટે તૈયાર છે. એક્ટરે હાલમાં મુંબઈમાં ધમાકેદાર તેમની ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી હતી. વિકી અને સારા બંનેએ જુહુ બીચ પર રિક્ષામાં આવીને ખૂબ જ અલગ અંદાજમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. હવે જ્યારે સારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વ્યસ્ત છે, ત્યારે વિકી કૌશલે પ્રમોશન ચાલુ રાખવાની જવાબદારી પોતાના પર લીધી છે. ગઈકાલે રાત્રે તે મુંબઈના એક મોલમાં હાજર હતો, જ્યાં વિકીએ ફેન્સ સાથે વાતચીત કરી હતી. ત્યાં જ તેને એક ફેન મળી જેને વિકીને બહુ બધું કહ્યું.

મુંબઈના એક મોલમાં પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કો-સ્ટાર સારા અલી ખાન વિના વિકી કૌશલ એકલો ગયો હતો. તમને જણાવી દઈએ કે સારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે અને તે મુંબઈમાં ન હતી તેથી વિકી એકલા જ ઝરા હટકે ઝરા બચકેનું પ્રમોશન કરી રહ્યો હતો. જ્યારે તે સ્ટેજ પર તેના ફેન સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે તેની એક ફીમેલ ફેન આવી અને તેના માટે તેનો પ્રેમ વરસાવવા લાગી. તેણે વિકી માટે એવી વાતો કહી કે વિકી પણ શરમથી લાલ થઈ ગયો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અહીં જુઓ વિકીની ફેનનો વાયરલ વીડિયો

સ્ટેજ પર આવતાની સાથે જ વિક્કીની મહિલા ફેને કહ્યું, ‘કેટરિના તેની જિંદગી છે પણ વિકી કૌશલ મારી જિંદગી છે. આ જન્મમાં તો કેટરિના તેની બની ગઈ પણ પછીના બધા જન્મોમાં તે મારો જ રહેશે. હું તને પ્રેમ કરું છું વિકી. આ પછી તેણે વિકીને જોરથી ગળે લગાવ્યો અને રડવા લાગી. આ પછી વિકીએ તેની સામે માથું નમાવ્યું અને હાથ જોડીને ફેનને માન આપ્યું.

આ પણ વાંચો : Zara Hatke Zara Bachke: સારા અલી ખાને જણાવ્યા છૂટાછેડાના ફાયદા, જુઓ Video

ઝરા હટકે ઝરા બચકેમાં જોવા મળશે સારા અને વિકી

ઝરા હટકે ઝરા બચકેમાં વિકી કૌશલ અને સારા અલી ખાન લીડ રોલમાં છે. તે એક રોમાંચક ફેમિલી ડ્રામા છે. લક્ષ્મણ ઉટેકરના ડાયરેક્શનમાં બનેલી અને મેડૉક ફિલ્મ્સ અને જીઓ સ્ટુડિયોની ઝરા હટકે ઝરા બચકે 2 જૂન, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. મેકર્સે હાલમાં એક ગીત ‘ફિર ઔર ક્યા ચાહિયે’ રિલીઝ કર્યું છે અને ફેનને તે ખૂબ પસંદ આવ્યું છે. આ ગીત થોડા જ દિવસોમાં ચાર્ટબસ્ટર બની ગયું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article