
Akshay Kumar Tiger Shroff BMCM Release Date: છેલ્લા ઘણા સમયથી ઈદ પર બોક્સ ઓફિસ પર સલમાન ખાન રાજ કરી રહ્યો છે. પરંતુ આવતા વર્ષે કદાચ આવું ન થાય. તેનું કારણ એ છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. મેકર્સે આ જાહેરાત કરી છે.
બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય અને ટાઈગર સિવાય સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે લગભગ 11 મહિના પહેલા જ ઈદને બ્લોક કરી દીધી છે. આવતા વર્ષે ઈદ 10 એપ્રિલે હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ 10 એપ્રિલ, 2024 બુધવારે રિલીઝ થઈ શકે છે.
અક્ષય કુમારે ફિલ્મના રિલીઝ ડેની જાહેરાત કરતા તેની ત્રણ તસવીરો પણ શેર કરી છે. તેને પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “ઈદ 2024માં થિયેટરોમાં મળીશું.” ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
See you in the theatres on Eid 2024 💥#BadeMiyanChoteMiyan#BadeMiyanChoteMiyanEid2024@iTIGERSHROFF @vashubhagnani @aliabbaszafar @jackkybhagnani @PrithviOfficial @honeybhagnani @poojafilms @iHimanshuMehra @AAZFILMZ pic.twitter.com/LDzLTqVWvG
— Akshay Kumar (@akshaykumar) May 5, 2023
ત્રણેય તસવીરોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. એકમાં તે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતો અને બંદૂક લઈને ચાલતો જોવા મળે છે. બીજી તસવીરમાં એક પ્લેન પાછળ ઉડી રહ્યું છે અને બંને એક્શન સ્ટાર્સ બાઈક પર ચલાવતા જોવા મળે છે અને ત્રીજી તસ્વીરમાં તે સેનાના જહાજમાંથી નિશાન રાખીને ઉતરતા જોવા મળે છે.
આ પણ વાંચો : The Kerala Story: ધ કેરલ સ્ટોરી’ વિવાદ વચ્ચે ‘હિન્દુ કપલે મસ્જિદમાં કર્યા લગ્ન’, એઆર રહેમાને શેર કર્યો Video
બડે મિયાં છોટે મિયાંનું નિર્દેશન સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અલી અબ્બાસ ઝફરે કર્યું છે. વાશુ ભગનાની આ ફિલ્મના પ્રોડ્યુસર છે. પોસ્ટર પરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મમાં દર્શકોને ખૂબ જ એક્શન જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ જોવા મળશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…