સલમાન ખાને શહેનાઝ ગિલને કર્યો ફોન, એક્ટ્રેસે તેનો નંબર કર્યો બ્લોક, થયો ચોંકાવનારો ખુલાસો

Shehnaaz Gill Blocked Salman Khan: સોશિયલ મીડિયાનો પોપ્યુલર ફેસ બની ગયેલી શહેનાઝ ગિલે હાલમાં કહ્યું છે કે જ્યારે તેને સલમાન ખાન (Salman Khan) તરફથી કિસી કા ભાઈ કિસી કી જાનમાં એક્ટિંગ કરવા માટે ઓફર મળી ત્યારે તેને સુપરસ્ટારને શા માટે બ્લોક કર્યો.

સલમાન ખાને શહેનાઝ ગિલને કર્યો ફોન, એક્ટ્રેસે તેનો નંબર કર્યો બ્લોક, થયો ચોંકાવનારો ખુલાસો
Shehnaaz Gill - Salman Khan
| Edited By: | Updated on: Apr 13, 2023 | 10:29 PM

Shehnaaz Gill Blocked Salman Khan: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ સમયે પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કા જાન’ના પ્રમોશનમાં બિઝી છે. તેની આ ફિલ્મ 21 એપ્રિલના થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ પણ જોવા મળી રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા શહેનાઝ ગિલે એક ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે જ્યારે તેને આ ફિલ્મ માટે સલમાન ખાનનો ફોન આવ્યો તો તેને સલમાનનો નંબર બ્લોક કરી દીધો. હવે તેને કહ્યું છે કે તેની પાછળનું કારણ શું હતું.

કપિલ શર્મા શોમાં વાતચીત દરમિયાન શહેનાઝ ગિલે કહ્યું છે કે જ્યારે તેને સલમાન ખાનનો ફોન આવ્યો ત્યારે તે અમૃતસરમાં હતી. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તે હેરાન થવા માંગતી ન હતી. એટલા માટે તેને સલમાન ખાનનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદમાં તેને ખબર પડી કે જે નંબર પરથી કોલ આવ્યો હતો તે બીજા કોઈનો નહીં પણ તેના ફેવરિટ સલમાન ખાનનો હતો.

એક્ટ્રેસે કહ્યું કે થોડા સમય પછી તેને ફોન આવ્યો કે સલમાન ખાન તેને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવામાં શહેનાઝ ગિલે ટ્રુકોલર પર નંબરની વેરિફાય કર્યો અને તે નંબર માત્ર સલમાન ખાનનો હોવાનું જાણવા મળ્યું. આ પછી શહેનાઝ ગિલને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને સલમાન ખાનનો નંબર ફરીથી અનબ્લોક કર્યો. આ પછી તેને સલમાનને કોલબેક કર્યો, સોરી કહ્યું અને પછી તેને આ ફિલ્મમાં કામ મળ્યું.

આ પણ વાંચો : Viral Video: સાડી પહેરીને આ એક્ટ્રેસે પૂલમાં કર્યું જોરદાર સ્વિમિંગ, ફેન્સે કહ્યું- તમે મરમેઈડ જેવા લાગો છો, જુઓ વીડિયો

ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મો હંમેશા ઈદના અવસર પર રિલીઝ થાય છે. પરંતુ આ વખતે તેની ફિલ્મ ઈદ પહેલા રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ શામજી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનની અપોઝિટ પૂજા હેગડે જોવા મળી છે. આ સિવાય ફિલ્મમાં દગ્ગુબાતી વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ, રામ ચરણ, શહનાઝ ગિલ અને પલક તિવારી જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…