
હાલમાં જ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ઈવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ભારત અને વિદેશમાંથી ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. એનએમએસીસીના આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા હોલીવુડ અને બોલિવુડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. હવે પાર્ટી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક બોલિવુડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન છે. એનએમએસીસીની ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન પાન ખાતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાન ખાતો જોવા મળે છે. આ વીડિયોમાં એક્ટર બ્લેક પઠાણી કુર્તામાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે મોઢામાં સોપારી દબાવતો અને હાથમાં સોપારી પકડતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટરના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પણ એનએમએસીસીના ઉદ્ઘાટન સમારોહમાં પર્ફોમન્સને લઈને ચર્ચામાં રહ્યો હતો. તેને 1997માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ‘લે ગઈ લે ગઈ’ પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ પર્ફોમન્સનો રિહર્સલ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં શાહરૂખ ખાન પણ મસ્તી કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Exclusive: સોનાલી બેન્દ્રેએ તેની કેન્સર સામેની લડાઈને કરી યાદ, કહ્યું – “હું નથી માનતી કે મારી લડાઈ પ્રેરણાદાયી છે”
વીડિયોમાં તે બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર શ્યામક દાવર અને કોરિયોગ્રાફર અનીશા જેનેટ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જે સ્ટેપ્સ અનીશા અને શ્યામક દાવર તેને શીખવી રહ્યા છે તેવા જ સ્ટેપ્સ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:11 pm, Thu, 6 April 23