સલમાન ખાન સાથે ‘લુંગી ઉઠાવીને’ રામ ચરણે કર્યો ડાન્સ, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું ગીત યેંતમ્મા થયું રિલીઝ, જુઓ Video

|

Apr 04, 2023 | 7:53 PM

Yentamma Song: સલમાન ખાન (Salman Khan) અને પૂજા હેગડેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું એક નવું ગીત રિલીઝ થયું છે. ખાસ વાત એ છે કે ગીતમાં રામ ચરણ પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 21 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે.

સલમાન ખાન સાથે લુંગી ઉઠાવીને રામ ચરણે કર્યો ડાન્સ, કિસી કા ભાઈ કિસી કી જાનનું નવું ગીત યેંતમ્મા થયું રિલીઝ, જુઓ Video
Salman khan and Ram Charan

Follow us on

Salman Khan Ram Charan Dance Video: સલમાન ખાન, પૂજા હેગડે અને વેંકટેશ દગ્ગુબાતીની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું નવું ગીત યેંતમ્મા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત એનર્જીથી ભરેલું છે અને આમાં સલમાન ખાન અને રામ ચરણ અન્ય સ્ટાર્સ સાથે લુંગી પહેરીને જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ ગીતમાં ફેન્સ માટે સરપ્રાઈઝ એ છે કે મેકર્સે આરઆરઆર ફેમ સ્ટાર રામચરણનો કેમિયો પણ રાખ્યો છે. રામ ચરણની એન્ટ્રી બાદ ગીતનું લેવલ હાઈ થતું જોવા મળી રહ્યું છે. રામચરણ સ્ટેજ પર આવીને સલમાન ખાન, પૂજા હેગડે અને વેંકટેશ સાથે પોતાની લુંગી ઉઠાવીને ડાન્સ કરતા જોવા મળે છે. સલમાન અને રામ ચરણને એકસાથે જોવા આ બંને સ્ટાર્સના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

સલમાનના ગીતમાં સાઉથનો ટચ

આ ગીતમાં સાઉથનો ટચ આપવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. સલમાન ખાન ગીતમાં પીળા કલરના શર્ટ અને સફેદ કલરની લુંગીમાં ડાન્સ કરતો અને ગાતો જોવા મળી રહ્યો છે. ગીતમાં રેપર રફ્તારે રેપ કર્યું છે. ગીત વિશાલ દદલાની અને પાયલે ગાયું છે. બહુ બધાં બેકગ્રાઉન્ડ ડાન્સર સાથે બનાવવામાં આવેલા આ ગીતના લિરિક્સ શબ્બીર અહેમદે લખ્યા છે.

બોલિવુડ ફિલ્મને સાઉથ સ્ટારના સપોર્ટની જરુર છે?

છેલ્લાં કેટલાક સમયથી બોલિવુડની ફિલ્મો ફ્લોપ રહી છે, જ્યારે સાઉથની ફિલ્મો આખા દેશમાં ધૂમ મચાવી રહી છે. આરઆરઆરની સફળતા બાદ અને નાટુ નાટુ ગીતને ઓસ્કાર મળ્યા બાદ રામ ચરણ ગ્લોબલ સ્ટાર બની ગયો છે. સલમાનની આ ફિલ્મમાં ગીત યેંતત્મામાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ જોવા મળશે. આ ગીતને સાઉથ ટચ આપવામાં આવ્યો છે. આ ગીતમાં તેલુગુ ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીત પરથી એવું માની શકાય છે કે બોલિવુડ ફિલ્મને સાઉથ સ્ટારના સપોર્ટની જરુર પડી શકે છે.

આ પણ વાંચો : Salman Vs SRK: તૂટી ગયો સાથ! હવે સિલ્વર સ્ક્રીન પર સામ સામે જોવા મળશે ટાઈગર-પઠાન, થઈ ગઈ જાહેરાત

ઈદ પર રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ

સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન આ મહિને ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આમાં પલક તિવારી, શહેનાઝ ગિલ, સિદ્ધાર્થ નિગમ, માલવિકા શર્મા, રાઘવ જુયાલ જેવા એકટર્સ પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અને ઘણા ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ફેન્સ હવે આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 21 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article