કાર્તિક આર્યને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી, લોકોએ કહ્યું- ફિલ્મ પ્રમોશનનો નવો ટ્રેન્ડ, જુઓ Video

કાર્તિક આર્યન (Kartik Aaryan) ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો, જેના પછી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી, જ્યારે કાર્તિક આર્યન ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હોય.

કાર્તિક આર્યને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી, લોકોએ કહ્યું- ફિલ્મ પ્રમોશનનો નવો ટ્રેન્ડ, જુઓ Video
Kartik Aaryan
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:55 PM

Mumbai: કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. એક્ટર-એક્ટ્રેસ પોતાની ફિલ્મનું શાનદાર પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો અને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

(VC: viralbhayani instagram)

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

વીડિયોમાં કાર્તિક આર્યન ઈન્ડિગો ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં પોતાની સીટ શોધી રહ્યો છે. આ દરમિયાન કાર્તિકે લાઈટ બ્લૂ કલરનો શર્ટ પહેર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને કેટલાક લોકોએ એક્ટરના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ તેને ફિલ્મના પ્રમોશન માટે નવો ટ્રેન્ડ ગણાવ્યો. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું છે કે “ફિલ્મોને પ્રમોટ કરવાનો આ નવો ટ્રેન્ડ છે.” એક નેટીઝને કહ્યું કે આ એક “પબ્લિસિટી સ્ટંટ” છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘સત્યપ્રેમ કી કથા’ના બે ગીતો રિલીઝ થયા છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આ પણ વાંચો : નેહા ધૂપિયાએ મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, સાઈકલ લઈને રસ્તા મળી જોવા, જુઓ Video

આ ફિલ્મમાં જોવા મળશે એક્ટર

તમને જણાવી દઈએ કે કાર્તિક ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. એનજીઈ અને નમહ પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ સત્યપ્રેમ કી કથા એક મ્યુઝિકલ ડ્રામા છે. તેનું નિર્દેશન સમીર વિદવાન્સે કર્યું છે અને તેમાં ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક પણ છે. આ ફિલ્મ 29 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. ‘સત્ય પ્રેમ કી કથા’ સિવાય કાર્તિક આર્યન ‘આશિકી 3’ અને ‘કેપ્ટન ઈન્ડિયા’ ફિલ્મમાં જોવા મળશે. કિયારા અડવાણી પણ ‘આરઆરઆર’ એક્ટર રામ ચરણની સાથે અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો