બોલિવુડ એક્ટર ઋતિક રોશન તેના ફેન્સમાં ખૂબ જ પોપ્યુલર છે. સુપરસ્ટાર ઋતિક તેની ફિલ્મોની સાથે સાથે તેના પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. એક્ટરના ડિવોર્સ થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તે અવારનવાર તેની એક્સ વાઈફ સાથે જોવા મળે છે. હાલમાં ઋતિક રોશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં ઋતિક રોશન તેની એક્સ વાઈફ સુઝેન ખાન અને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે ડિનર કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન ઋતિક થોડો વહેલો હોટલમાંથી બહાર આવ્યો હતો. જ્યાં એક ડિલીવરી બોય તેની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવે છે. તે એક્ટરને હેરાન કર્યા વિના સેલ્ફી લેવાનું કરે છે. પરંતુ આ વીડિયો જોઈને એવું પણ લાગે છે કે એક્ટર્સ પણ તેની સાથે ફોટોમાં આવવા માટે આગળ વધે છે.
પરંતુ ત્યારપછી ઋતિક રોશનનો બોડીગાર્ડ ત્યાં આવે છે અને તે ડિલીવરી બોયને હાથ વડે પાછળ ધક્કો આપે છે. આ બધું જોઈને ઋતિક પણ આ બધાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે અને પાછળ હોટલમાંથી સુઝાનનો ભાઈ અને એક્ટર જાયેદ ખાન આવે છે. તે પછી અર્સલાન ગોની અને સુઝેન ડિનર પછી એકસાથે બહાર જાય છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ હવે ઋતિક રોશનને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરતી વખતે લખ્યું છે કે અમારા કારણે આ લોકો છે. કેવી રીતે તમે તેને ધક્કો આપી શકો? તેઓ પોતાને શું સમજે છે? એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે તેની ફિલ્મ ન જોવી જોઈએ, તમે એટીટ્યુડ જોઈ રહ્યા છો, તેને કેવી રીતે ધક્કો માર્યો જોવો, ખબર નથી કે તમે શું છો. અન્ય યુઝરે લખ્યું છે તેમને ભગાડો. આ સિવાય ઘણા યુઝર્સ ઋતિક રોશનની પ્રતિક્રિયા પર ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. તેનું કહેવું છે કે ઋતિકે તેના બોડીગાર્ડને કેમ કંઈ કહ્યું નહીં. જો તે ઈચ્છતો તો આ બધું થતું અટકાવી શક્યો હોત.
આ પહેલા ટૂંક સમયમાં જ બોલિવુડમાં ડેબ્યૂ કરનાર શહેનાઝ ગિલે દુબઈમાં તેના બોડીગાર્ડને ફેન્સને ધક્કો મારતાં રોક્યા હતા અને ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરી હતી. આ સિવાય શહેનાઝે તાજેતરમાં જ મુંબઈમાં તેના બોડીગાર્ડને ધક્કો મારતાં રોકીને ફેન્સ સાથે તસવીરો ક્લિક કરાવી હતી. બોલિવુડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકી, અક્ષય કુમાર અને ઈમરાન હાશમીએ પણ પોતના બોડીગાર્ડને રોકીને ફેન્સ સાથે તસવીરો ક્લિકક કરાવી છે.
આ પણ વાંચો : ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિજેક્ટ થઈ હતી સારા અલી ખાન, ફેન્સે કહ્યું ‘ત્યાં નેપોટિઝમ નથી ચાલતું’, જુઓ Viral Video
હાલમાં ગ્લોબલ સ્ટાર અને સાઉથના સુપરસ્ટાર રામચરણે એરપોર્ટ પર તેના બોડીગાર્ડને ધક્કો મારતા રોકીને ફેન્સ સાથે તેને અને તેની પત્નીએ તસવીરો ક્લિક કરાવી હતી. જેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…